બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વધતા જતા હત્યાના બનાવોથી હાલમાં બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે.
બે દિવસ પહેલા પાલનપુરમાં એક યુવકને ઝાડ સાથે બાંધી તેને સળગાવી દઇ હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી રહી છે. છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા હત્યાના બનાવોના કારણે પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8065876_214_8065876_1594992670689.png)
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8065876_47_8065876_1594992774908.png)
આ બાબતે જિલ્લા પોલીસ વડા હત્યારાઓને યોગ્ય સજા કરે તો જ રોજબરોજની બનતી હત્યાની ઘટનાઓ અટકાવી શકાય તેમ છે. ત્યારે આવો જ વધુ એક બનાવ બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડા નજીકના રવીગામે બન્યો હતો.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8065876_47_8065876_1594992774908.png)
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8065876_205_8065876_1594992755371.png)
આજે સવારે રવીગામના પીકઅપ બસ સ્ટેન્ડ પાસે નગ્ન હાલતમાં મળી આવેલી મૃતદેહને લઇ લોકોમાં અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક રવિગામનો પિન્ટુ ગલચર હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.અને યુવકની હત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જ્યારે સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.