ETV Bharat / state

Banaskantha News: મુડેઠામાં સવા બે મણનું બખ્તર પહેરી આવ્યા અશ્વસવાર, 750 વર્ષથી ચાલતી પરંપરાગત અશ્વદોડનો રસપ્રદ ઈતિહાસ - પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા

બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ 750 વર્ષથી ભાઈબીજના દિવસે અશ્વદોડ યોજાય છે. ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ નિમિત્તે યોજાતી આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે.

Banaskantha
Banaskantha
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 7:09 PM IST

બનાસકાંઠાના મુડેઠામાં સવા બે મણનું બખ્તર પહેરી આવ્યા અશ્વસવાર

બનાસકાંઠા : ગુજરાતમાં એવી કેટલી બધી કથાઓ છે જેણે કોઈ એક પરંપરાની શરૂઆત કરી હોય, બનાસકાંઠાના મુઠેડા ગામમાં આવી જ એક પરંપરા છેલ્લા 750 વર્ષથી જળવાઈ રહી છે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન આ પરંપરામાં દરવર્ષે ભાઈબીજના તહેવાર નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જાણો 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડ પાછળનો રસપ્રદ ઇતિહાસ

ક્ષત્રિય સમાજની કથા : ભારતમાં ક્ષત્રિય અને દરબાર સમાજનો ઈતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડા પર પોતાનું સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા.

ઝાલોરના રાજાનો ઇતિહાસ : આ અરસામાં મોગલોએ જ્યારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણના રાજ્ય પર ચડાઈ કરી હતી. ત્યારે મોગલોથી પોતાની પુત્રી ચોથાબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આ સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા.

શા માટે યોજાય છે અશ્વદોડ ? રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતા છે. પરંતુ રાજસ્થાનથી આવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકાઈ ભાઈબીજના દિવસે પરત ફરતા હતો.

અમે ભાઈબીજ નિમિત્તે પેપળુ ગામે બહેનને ચુંદડી ઓઢાડવા માટે સવા બે મણનું બખ્તર પહેરીને જઈએ છીએ. અમારી આ પરંપરા 750 વર્ષથી ચાલી આવે છે અને અમે આ પરંપરા જાળવીશું. -- ચતુરસિંહ રાઠોડ (રાઠોડ પરિવારના સભ્ય)

750 વર્ષ જૂની પરંપરા : મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા. જે બખ્તર આજે પણ હયાત છે. આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ સાડા સાતસો વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈબીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હુડીલા ગાય છે.

750 વર્ષથી ચાલતી પરંપરાગત અશ્વદોડનો રસપ્રદ ઈતિહાસ

અશ્વદોડની ખાસિયત : રાઠોડ પરિવારના લોકો મુઠેડા પરત આવે ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. લગભગ 400 થી વધુ અશ્વો આ અશ્વદોડમાં જોડાય છે. મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. રફતાર અને શોર્યના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે. પરંતુ આ અશ્વદોડની ખાસિયત છે કે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં અહીં કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી.

વર્ષ બદલાયા પરંતુ સમય નહીં : મુડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘર આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઈ લે છે. એટલું જ નહિ પરંતુ સાડા સાતસો વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી જનમેદની ઉમટી પડી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુ બદલાતી જાય છે. પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારો માટે તો સમય સાડા સાતસો વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે.

અમે અહીં અશ્વદોડ જોવા માટે આવ્યા છીએ અને આ અશ્વદોડ જોઈને અમને ખૂબ મજા આવી છે. એવું કહેવાય છે કે અહીં 750 વર્ષ જૂની પરંપરા છે. આ અશ્વદોડમાં ખૂબ મોટી સંખ્યામાં અશ્વ હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે આવે છે. આ પરંપરાગત અશ્વદોડ જોવાનો અમને આજે એક લ્હાવો મળ્યો છે એટલે અમને ખૂબ આનંદ છે. -- વિણા ઓઝા (પ્રેક્ષક)

ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક : આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી આ અશ્વદોડનો ઇતિહાસ સાડા સાતસો વર્ષ જૂનો છે. દર વર્ષે ભાઈબીજના દિવસે બહેનને પાડોશી ગામ પેપળુ ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાટી એટલે કુળના હોય છે. જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડ પરિવારના લોકો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાટીના રાઠોડ પરિવારના સભ્યો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચૂંદડી આપવા જાય છે.

750 વર્ષ જૂનું બખ્તર : ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડ નિહાળવા માટે આસપાસના ગામના લોકો સહિત દેશભરના લોકો પણ મુડેઠા ગામ ખાતે ઉમટી પડે છે. નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઊભરાયું હોય તેવો માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જૂનું છે. આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે.

  1. Diwali 2023: પાલનપુરમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી, ઝુપડપટ્ટીના બાળકો માટે કર્યુ આવું આયોજન
  2. Banaskantha Farmer Issue : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.