ETV Bharat / state

Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની રિએન્ટ્રી, ભક્તોમાં અનેરી ખુશી - Prasad distribution starts in Ambaji Temple

રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોને ફરી એક વાર મોહનથાળનો પ્રસાદ પિરસવામાં આવ્યો હતો. ત્યારે ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી હતી.

Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની રિએન્ટ્રી, ભક્તોમાં અનેરી ખુશી

author img

By

Published : Mar 17, 2023, 10:08 PM IST

15 દિવસ પછી મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ થયું

અંબાજીઃ રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા રાજ્યભરમાં તેનો વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે હવે અંબાજી મંદિરમાં 15 દિવસ પછી ફરી મોહનથાળના પ્રસાદનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટે બનાવેલો મોહનથાળનો પ્રસાદ ફરી પ્રસાદી વેચાણ કેન્દ્ર મકાતા પ્રસાદ લેવા યાત્રીકોની ભીડ લાગી હતી.

આ પણ વાંચોઃ Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

ભક્તોની આતુરતાનો અંતઃ અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પ્રારંભે 3,250 કિલો મોહનથાળ બનાવવામાં આવ્યો છે. તેમ જ ભક્તોને અપાઈ રહ્યો છે, જેને લઈ ફરી મોહનથાળના પ્રસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ભક્તો માં ખુશી ની લાગણી જોવા મલી રહી છે.

મહિલાઓને ફરી મળ્યું કામઃ મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરાતાં બેરોજગાર બનેલી બહેનોને ફરીથી કામ મળ્યું છે. એટલ તેઓ માતાજીનો આભાર માની રહી છે. વર્ષોથી ચાલી આવતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરીને ચિક્કીનો પ્રસાદ શરૂ કરી દેવતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તો મોહનથાળના પેકિંગ અને કટિંગનું કામ કરતી 300 જેટલી બહેનોની રોજીરોટી છીનવાઈ જતા તેવો બેરોજગાર બની હતી અને તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતાં તેમની હાલત કફોડી બની હતી.

આ પણ વાંચોઃ Surat Ambaji Temple: નવરાત્રી બાદ મળે છે ચમત્કારી પાણી, જેનાથી ભક્તોના કષ્ટો થાય દૂર

ભક્તોએ કર્યો હતો વિરોધઃ જોકે, ભક્તો અને હિન્દુ સંગઠનોના ભારે વિરોધ બાદ સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલથી અંબાજી મંદિર ટ્રસ્ટે રોજના 3,250 કિલો મોહનથાળ બનાવવાનું શરૂ કર્યું છે. ને જે પ્રસાદના પેકેટ તૈયાર કરવા છૂટી કરાયેલી મહિલાઓને ફરી બોલાવી લેવાતા નિરાધાર બનેલી બહેનોમાં ફરી ખુશી છવાઈ છે. સાથે જ મહિલાઓએ મોહનથાળનો પ્રસાદ ક્યારેય બંધ ન થાય તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.