બનાસકાંઠાઃ થરાદ, વાવ સુઇગામ તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા સંગઠીત બની બુધવારે થરાદ ખાતે લઘુમતી સમાજના લોકોએ બંધ પાળીને વિરોધ દર્શાવીને આવેદનપત્ર આપ્યું હતું.
ભારતીય સંવિધાનના અમુખમાં દર્શાવેલા ધર્મ-નિરપેક્ષ રાષ્ટ્રની એકતા અખંડિતતા તાજેતરમાં બનાવેલા કાયદાથી ધર્મનિરપેક્ષતાનું ભંગ થાય છે. CAAથી રાષ્ટ્રીય ભાવના ખંડિત થાય છે, એમ માનીએ છીએ સંવિધાનિક અધિકાર અને ધર્મ પાળવાની દરેક નગારિકને છૂટ છે.
NRCમાં સવાલો પૂછીને ભારતીય હોવાના આધાર પુરાવા આપવા માટે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ એપ હોવા છતાં નવા નવા સવાલો ઉભા કરી સરકાર ભારતીય નાગરિકોને ગરીબી, બેરોજગારી અને મોંઘવારી ભુલાવી દેવા માગે છે.
સંવિધાનના આમુખ મૂળભૂત અધિકારો અને ધર્મનિરપેક્ષ સત્તા જાળવવી ભારતના દરેક નાગરિકની ફરજ અને અધિકાર છે. આ કાયદો ભારતીય સંવિધાનના હાર્દનું હનન અને ખંડન સમાન છે. CAA અને NRCની ઉપયોગીતાની જરૂરિયાત માનવ અધિકારો સાથે છળકપટ છે. આ પ્રતિબંધિત થતા થરાદના કોંગ્રેસના આગેવાનો સહિત થરાદ ધારાસભ્ય તથા મુસ્લીમ જમાત થરાદ, ભારતીય વિચરતી અને વિમુક્ત જાતી સમુદાય, ભારતીય મુક્તિ મોરચા. ભીમ આર્મી થરાદ, બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા થરાદ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બીજી બાજુ તમામ હિન્દુ વેપારીઓએ CAA અને NRCના સમર્થનમાં દૂકાનો ચાલુ રાખી સમર્થન આપ્યું હતું.