ETV Bharat / state

બનાસકાંઠામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે (સોમવારે) વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વહેલી સવારથી પાલનપુરમાં સતત ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધાનેરા, ડીસા, વડગામ અને દાંતા પંથકમાં એક થી બે ઇંચ જેટલો વરસાદ આવતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુરની અનેક સોસાયટીઓમાં ઘરો માં ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

xx
બનાસકાંઠામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
author img

By

Published : Jun 21, 2021, 12:26 PM IST

Updated : Jun 21, 2021, 12:36 PM IST

  • બનાસકાંઠામાં વહેલી સવારે વરસાદની ધમાકેદાર બેટિંગ
  • અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
  • સારો વરસાદ પડતા ખેડુતોમાં ખુશી

બનાસકાંઠા : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે (21 જૂન) વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પાલનપુરમાં સતત ત્રણ કલાકથી વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં ચાર ઇંચ પાણી ભરાયું હતું. ડીસા પાલનપુર ધાનેરા વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

xxx
બનાસકાંઠામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે પાલનપુર અને ડીસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની અને હરીપુરા અને બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરમાં પાણી ઘૂસવાના કારણે લોકોને જાનમાલને પણ ભારે નુકસાન થયું છે. ડીસામાં પણ મુખ્ય માર્ગો પર તેમજ મારુતિ પાર્ક અને રીઝમેટ વિસ્તારમાં આવેલ કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. વહેલી સવારે પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : rain updates: સુરત જિલ્લામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ

વરસાદથી ખેડૂતોમાં ખુશી

લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઇને બેઠા હતા. છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા ધીમીધારે વરસાદ બાદ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ બનાસકાંઠા જિલ્લામાં શરૂ થયો. હતો મોટાભાગના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતો માટે સૌથી વધુ ખુશી જોવા મળી હતી. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ પણ વાંચો : Rain Update - ખેડામાં સાર્વત્રિક વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ

Last Updated : Jun 21, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.