ETV Bharat / state

મંડપ, લાઈટ અને સાઉન્ડ એસોશિએશનની અંબાજી ખાતે બેઠક યોજાઈ

author img

By

Published : Mar 21, 2021, 10:08 PM IST

કોરોના કાળને લઈ મંડપ લાઈટ ડેકોરેશનમાં કામ કરતા હજારો મજૂરો બેકાર બન્યા છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા મંડપ, લાઈટ અને સાઉન્ડ એસોશિએશનની અંબાજી ખાતે બેઠક મળી હતી.

બનાસકાંઠા
બનાસકાંઠા
  • ભારત દેશમાં કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થયું
  • કોરોના કાળને લઈ મંડપ લાઈટ ડેકોરેશનમાં કામ કરતા હજારો મજૂરો બેકાર બન્યા
  • પ્રસંગોપાતની સ્મર્ણિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

બનાસકાંઠા: ભારત દેશમાં કોરોના મહામારીને એક વર્ષ થયું છે, જેને લઈ લોકોના જનજીવન ઉપર ખુબ મોટી અસર જોવા મળી છે. નાના મોટા વેપારીઓ વિવિધ પ્રકારના વેપાર ધંધા કરી પોતાનું ગુજરાન ચાલવી રહ્યા હતા, પરંતુ કોરોનાની લગ્ન જેવા પ્રંસગો ઉપર પડતા મંડપ લાઈટ અને ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપર ખુબ મોટી અસર પડી છે.

મંડપ, લાઈટ અને સાઉન્ડ એસોશિએશનની બેઠક

આ પણ વાંચો:સુરતમાં બેન્ડ, બગી, સાઉન્ડ તેમજ ઝુમરવાળા લોકોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

દીપ પ્રગટાવી બેઠકની શરૂઆત કરવામાં આવી

મંડપ એસોશિએશનના પ્રદેશ પ્રમુખ જગદીશ પરમાર દ્વારા દીપ પ્રગટાવી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. જો કે હાલમાં કોરોના ગાઈડલાઈનને લઈ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયેલી આ બેઠકમાં સંખ્યા પણ ઓછી જોવા મળી હતી. ખાસ કરીને કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે લાઈટ મંડપના વેપાર ઠપ થયા છે, જેના બેઠા થવાની આશા ઉપર ફરી એક વાર પાણી ફરી વળે તેવા સંકેતો જોવા મળ્યા છે.

છેલ્લા એક વર્ષથી લગ્નની સીઝન ફેઈલ જતા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી

હાલમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે, ત્યારે લાઈટ મંડપના વેપારીઓ સરકાર પાસે આશા રાખીને બેઠા છે. છેલ્લા એક વર્ષથી લગ્નની સીઝન ફેઈલ જતા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. તેવા સમયે સરકાર લગ્ન જેવા પ્રંસગો માટે નિયમો બનાવી લાઈટ મંડપના વેપારનો એક તક આપવા માગ કરાઈ છે. આ પ્રસંગે પ્રસંગોપાતની સ્મર્ણિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ડેકોરેશન વાળાના અનેક સ્ટોલો પણ ઉભા કરાયા હતા. આ બેઠક બે દિવસ ચાલશે.

આ પણ વાંચો:કોરોના લોકડાઉન બાદ નાના કલાકારોને રોજી મળે તે હેતુથી ગુજરાતી ફિલ્મના શૂટિંગની થઈ શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.