ETV Bharat / state

અંબાજીમાં આદિવાસી સમાજનો ઐતિહાસીક સમૂહ લગ્નોત્સવ યોજાયો

અંબાજીમાં હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો ઐતિહાસીક સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સૌ પ્રથમવાર 35 થી 100 વર્ષની ઉંમરના 802 યુગલો જેમને સંતાનો છે. તેવા એક જ માંડવે એક સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

banas
બનાસકાંઠા
author img

By

Published : Feb 17, 2020, 4:07 AM IST

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી ખાતે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આયોજિત 1008 વિશેષ સમૃદ્ધ વિવાહનું આયોજન GMDC ગ્રાઉન્ડ અંબાજી ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં 35 વર્ષની ઉંમરથી લઇને 100 વર્ષ સુધીના જેમને બે થી ચાર જેટલા સંતાનો હોવા છતાં તેઓ અગ્નિની સાક્ષીએ વિવાહ કરીને સોળમો સંસ્કાર પ્રાપ્ત કર્યુ હતું. આ સમુહ લગ્નોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તથા રાજસ્થાનના સિરોહી તથા ઉદયપુર જીલ્લાના 802 લગ્નના માંડવે હિન્દુ શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે ફેરા ફર્યા હતા.

અંબાજીમાં આદિવાસી સમાજનો ઐતિહાસીક સમૂહ લગ્નોત્સવ યોજાયો

તેની પુર્વે અંબાજી શહેરમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો વરઘોડામાં જોડાયા હતા. જેને લઇ ડુંગરી ગરાસિયા સમાજમાં ભારે અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો આ સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી કુવારાઓના સમુહ લગ્નોત્સવ કરે છે. પણ આ વખતે એક ઐતિહાસીક ઘટના કહી શકાય તેવા છાનેમાને વગર વિધિએ પરણેલાને જેમને સંતાનો હોય તેવા પ્રકારનું કુવારાનુ મહેણુ ભાંગવા આ લગ્ન મેળાવડો યોજાયો હતો.

જેને લઈ પરણવા બેઠેલા યુગલોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેટલું જ નહિ પિતાના લગ્નમાં આવેલા તેમના પુત્રોમાં પણ ખુશી જોવા મળી હતી. અને બાપ પરણે તો જ તેનો પુત્ર પરણી શકે તેવી પરંપરાને લઈ માણસ ભલે ઘરડો થાય પણ કુંવારો મરણ ન પામે. તે માટે આ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતુ.

એક પરંપરા એવી પણ હતી કે, મોગલ સામ્રાજ્ય વખતે હિન્દુ આદિવાસી લોકો લગ્ન કરતા હતા. ત્યારે તેમની પત્નીની ઉપાડી જતા હતા. તેમજ નવમા દિવસે પરત મોકલતા જેને નવરોજુની પ્રથા માનવામાં આવતી હતી. જેને લઈ આ આદિવાસી લોકો દુરદરાજ ડુંગરોમાં રહેતા અને પોલે મનગમતી કરી લઈ જતા. તેમજ વગર લગ્ને પોતાનો સંસાર ચલાવતા હતા. હવે આજથી એક નવા યુગ ની શરુઆત આ આદીવાસી સમાજ માટે થઈ છે.

આ પ્રસંગમાં આશીર્વાદ આપવા દ્વારકાના પરમ પૂજ્ય શ્રી દંડીસ્વામી સદાનંદતીર્થજી મહારાજ તેમજ ચાપરડા સૌરાષ્ટ્રના અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ શ્રી મુક્તાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.