- રાજ્યમાં ભાજપ સરકારના 5 વર્ષ પૂર્ણ
- 5 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં વિવધ કાર્યક્રમનું આયોજન
- અંબાજી ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
બનાસકાંઠા: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને સુશાસનના 5 વર્ષ પૂર્ણ થયા છે, તેના ઊપ્લક્ષ માં વિવિધ યોજના હેઠળ નવ દિવસ ઉજવણી કરી સુશાસનમાં કરેલા કર્યોને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
4 કિલોમીટર લાંબી મેરેથોન રેસ કરી
યાત્રાધામ અંબાજીમાં પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં મહત્તમ 42 જેટલા આદિવાસી યુવાનોએ ભાગ લઈ 4 કિલોમીટર લાંબી મેરેથોનની દોડ કરી હતી. આ મેરેથોન રેસમાં 1 થી 3 નંબરે આવનાર યુવાન ને સન્માન પત્ર સહીત રોકડ રકમનું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બાળકો માટેની Corona Vaccine ટૂંક જ સમચમાં આવી જશેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન
સન્માન કરવામાં આવ્યું
મેરેથોન રેસમાં 1 થી 3 નંબરે આવનાર યુવાન ને સન્માન પત્ર સહીત રોકડ રકમ નું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું, જોકે આ મેરેથોન દોડ યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર આવે અને સાથે રાષ્ટ્રીય ભાવના કેળવાય તેવા હેતુસર આ મેરેથોન રેસનું આયોજન અંબાજી ભાજપા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : UP: વિકાસ દુબે એન્કાઉન્ટરમાં પોલીસને ક્લીન ચિટ, તપાસ સમિતિએ સોંપ્યો રિપોર્ટ