ETV Bharat / state

Magnet man in Gujarat: પાલનપુરના વૃદ્ધને છાતીના ભાગે ચોંટી રહ્યી છે અનેક વસ્તુઓ - banashkatha palanpur

બનાસકાંઠા જિલ્લામાં એક અચરજ પામે તેવી ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર ખાતે રહેતા એક 63 વર્ષીય વ્યક્તિ અચાનક મેગ્નેટમેન બની ગયા છે, એટલે કે તેમના છાતીના ભાગે લોખંડ કે સ્ટીલ જેવી વસ્તુઓ ચોંટી જાય છે. આ સ્થિતિ જોઇને તેમના પરિવાર સહિત આજુબાજુના લોકો પણ અચરજ પામી રહ્યા છે.

Magnetman in Palanpur: શરીરના છાતીના ભાગે ચોંટી રહ્યી છે અનેક વસ્તુઓ

author img

By

Published : Jun 13, 2021, 2:21 PM IST

Updated : Jun 13, 2021, 4:30 PM IST

  • પાલનપુરમાં લોકોને આશ્ચર્ય પમાડે તેવી ઘટના આવી સામે
  • નવીનભાઈ રાવલ નામના વ્યક્તિના શરીર પર ચોંટી રહી છે અનેક વસ્તુઓ
  • મોબાઈલ, રિમોન્ટ, સિક્કા ,ચકચી જેવી વસ્તુઓ શરીર પર ચોંટી રહી છે
  • મેડિકલ ચેકઅપ માટે પરિવારની માગ

બનાસકાંઠાઃ પાલનપુરના નવજીવન સોસાયટી ખાતે રહેતા નવીનભાઇ રાવલ જેવો ચાર દિવસ અગાઉ પોતાના ઘરે સૂતા હતા, તે સમયે તેમના શરીર પર સિક્કા ચોટી ગયા હતા. જો કે, તે સિક્કા તેઓ ઉખાડવા જતા અચાનક તેમને મેગ્નેટ જેવો અહેસાસ થયો, તે બાદ તેઓએ ફરી સીક્કા સહિત બીજી ચમચી, રીમોટ સહિત લોખંડની ચીજવસ્તુઓ ચોંટાડવાનો પ્રયાસ કરતા તમામ વસ્તુઓ તેમના છાતીના ભાગે ચોંટી ગઈ હતી.

આ પણ વાંચોઃ EXCLUSIVE: વેક્સિનેશન પછી શરીર પર લોખંડ- સ્ટીલ ચોંટવાનો દાવો ફેઇલ, ડૉક્ટર્સે કહ્યું પરસેવાના કારણે ચોંટે છે

વસ્તુઓ શરીર પર ચોંટવા અંગે સ્થાનિક હોસ્પિટલમાં જઈ ડોક્ટરને જાણ કરી હતી

આ અંગે સ્થાનિક હોસ્પિટલમાં જઈ ડોક્ટરને જાણ કરી હતી. જો કે, ડોક્ટર પણ આ સ્થિતિ અને તેમનું શરીર મેગ્નેટ જેવુ કઈ રીતે બની ગયું તે અંગે રહસ્ય જાણી રહ્યા છે. નવીનભાઈનું કહેવું છે કે, સીટી સ્કેન કરવા માટે તેઓ તૈયારી દર્શાવે છે. પરંતુ તેમના શરીરમાં વધેલા મેગ્નેટ પાવરના કારણે તેમનું શરીર મશીનમાં ચોંટી જાય તો મુશ્કેલી સર્જાય. આ જ કારણથી તેનું સીટી સ્કેન પણ થયું નથી. તેમનું કહેવું છે કે, તેમનો મેગ્નેટ પાવર ભલે વધે છે, પરંતુ તેના થકી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

Magnetman in Palanpur: શરીરના છાતીના ભાગે ચોંટી રહ્યી છે અનેક વસ્તુઓ

મેડિકલ તપાસ કરવામાં આવશે

નવીનભાઈ રાવલે કોરોનના બન્ને ડોઝ પણ લીધા છે, તેમના સ્વજનોને કહેવું છે કે, વેક્સિનના કારણે આ પ્રકારની કોઇ પરિસ્થિતિ થઈ નથી. પરંતુ જે પ્રકારે તેમના શરીરમાં મેગ્નેટ પાવર રહ્યો છે, તેને લઈને તેમના સ્વજનો પણ ચિંતામાં છે. મેડિકલ તપાસ માટે તેઓ આગામી સમયમાં મહાનગરોમાં જશે. તેમના શરીરમાં એવી તે શુ પ્રક્રિયા થાય છે, તેના કારણે તેમનો મેગ્નેટિક પાવર વધે છે અને તેના કારણે તેમના શરીરને વસ્તુઓ ચોંટી રહી છે. તેની તપાસ કરવા માટે તેઓ પ્રયત્ન કરશે.

પાલનપુરમાં મેગ્નેટમેન આવ્યા સામે
પાલનપુરમાં મેગ્નેટમેન આવ્યા સામે

આ પણ વાંચોઃ સુરતના દિવ્યાંગ ન્યુરોસર્જન કે જેમનું શરીર 80 ટકા વળી ગયુ છે તેમ છતાં કરી રહ્યા છે દર્દીઓની સેવા

મેગ્નેટમેનને જોવા માટે લોકો ઉમટ્યા

પાલનપુર ખાતે રહેતા નવીનભાઈ રાવલ જેઓ મેગ્નેટમેન તરીકે લોકોમાં જાણીતા બન્યા છે. તેમના શરીરે જે પ્રમાણે તમામ વસ્તુઓ ચોટી રહી છે, તેને જોવા માટે આજુબાજુના વિસ્તારોમાંથી અનેક લોકો આવી રહ્યા છે અને તેમના શરીર પર જે પ્રમાણે વસ્તુઓ ચોંટી રહી છે, તેને જોઈને લોકો પણ આશ્ચર્ય પામી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે, હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મેગ્નેટમેન તરીકે નવીનભાઈ રાવલની આ ઘટના લોકોને આશ્ચર્ય પમાડી રહી છે.

Last Updated : Jun 13, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.