ETV Bharat / state

કમોસમી વરસાદથી પાકને નુકસાન,જુઓ ખેડૂતોની વ્યથા

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા અનેક જગ્યાએ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, જ્યારે ડીસા દિયોદર ભાભર વિસ્તારમાં અચાનક બરફના કરા પણ પડયા હતા. બરફના કરા પડતા અનેક જગ્યાએ ગાડીઓના કાચ તૂટયા હતા. તેમજ સિમેન્ટના છાપરાવાળા ઘરમાં છાપરા પણ તૂટ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોને બટાકા, તરબૂચ, સક્કરટેટીના વાવેતરમાં મોટું નુકસાન થયું છે.

author img

By

Published : Apr 16, 2019, 10:53 PM IST

સ્પોટ ફોટો

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. બે દિવસથી આકાશમાં ધૂળની ડમરીઓ ઉડતા તેમજ આકાશ વાદળછાયું રહેતા છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં શેકાઇ રહેલા લોકોને આંશિક રાહત મળી હતી. જોકે પલટાયેલા હવામાનના કારણે અનેક જગ્યાએ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ડીસા દિયોદર ભાભર સહિતના વિસ્તારમાં બપોર બાદ અચાનક બરફના કરા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. અચાનક કરા પડતાં અફડાતફડી મચી જવા પામી હતી. વરસાદ અને કરા પડવાના કારણે જે ખેડૂતોએ બટાકા ઢાંકીને રાખ્યા છે તેમાં પણ કાળા પડી બરફ પડવાના કારણે બટાકાની મોટું નુકસાન થયું છે. જ્યારે તરબૂચ અને સાકરટેટીના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

કમોસમી વરસાદથી પાકને નુકશાન
બનાસકાંઠામાં જે વિસ્તારમાં વધુ વરસાદ અને કરા પડયા છે. તેવા ડીસા દિયોદર ભાભર વિસ્તારમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર કર્યું છે. તરબૂચ અને સક્કરટેટીના ફળ પાણી ખમી શકતા નથી. ત્યારે વરસાદ પડવાના કારણે સક્કરટેટી અને તરબૂચના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેથી સરકાર દ્વારા ખેડૂતોને સર્વે કરી સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.તરબૂચ અને સાકરટેટીના પાકમાં અન્ય પાક કરતા ખૂબ જ વધુ ખર્ચ થતો હોય છે. ત્યારે હાલમાં મોટાભાગના ખેતરોમાં ફળ બેસી ગયા હતા. તેવા ટાઈમે જ વરસાદ અને કરા પડતાં બનાસકાંઠામાં પાકને 80 ટકાથી વધુ નુકસાન થયું છે. જેથી હવે સરકાર પાક વીમાનો લાભ ખેડૂતોને આપેતો જ ખેડૂતો બચી શકે તેમ છે.

Intro:એન્કર
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા અનેક જગ્યાએ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. જ્યારે ડીસા દિયોદર ભાભર વિસ્તારમાં અચાનક બરફના કરા પડયા હતા. બરફના કરા પડતા અનેક જગ્યાએ ગાડીઓના કાચ તૂટયા હતા તેમજ સિમેન્ટના છાપરાવાળા ઘરમાં છાપરા તૂટ્યા ઉપરાંત ખેડૂતોને બટાકા,તરબૂચ, સક્કરટેટીના વાવેતરમાં મોટું નુકસાન થવા પામ્યું છે.

Body:વી.ઓ.
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. બે દિવસથી આકાશમાં ધૂળની ડમરીઓ ઉડતા તેમજ આકાશ વાદળછાયું રહેતા છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં શેકાઇ રહેલા લોકોને આંશિક રાહત મળી હતી. જોકે પલટાયેલા હવામાનના કારણે અનેક જગ્યાએ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ડીસા દિયોદર ભાભર સહિતના વિસ્તારમાં બપોર બાદ અચાનક બરફના કરા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. અચાનક કરા પડતાં અફડાતફડી મચી જવા પામી હતી.. વરસાદ અને કરા પડવાના કારણે જે ખેડૂતોએ બટાકા ઢાંકીને રાખ્યા છે તેમાં પણ કાળા પડી બરફ પડવાના કારણે બટાકાની મોટું નુકસાન થયું છે જ્યારે તરબૂચ અને સાકરટેટી ના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

બાઈટ...રામજીભાઈ પટેલ,સંશોધન વૈજ્ઞાનિક,દાંતીવાડા કૃષિ યુનિ.

Conclusion:વી.ઓ.
બનાસકાંઠામાં જે વિસ્તારમાં વધુ વરસાદ અને કરા પડયા છે તેવા ડીસા દિયોદર ભાભર વિસ્તારમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચ અને સક્કરટેટી નું વાવેતર કર્યું છે. તરબૂચ અને સક્કરટેટી ના ફળ પાણી ખમી શકતા નથી. ત્યારે વરસાદ પડવાના કારણે સક્કરટેટી અને તરબૂચના પાકને વ્યાપક નુકસાન થયું છે જેથી સરકાર દ્વારા ખેડૂતોને સર્વે કરી સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

બાઈટ...હીરાજી માળી, ખેડૂત,રાણપુર

વી.ઓ.
તરબૂચ અને સાકરટેટી ના પાક માં અન્ય પાક કરતા ખૂબ જ વધુ ખર્ચ થતો હોય છે. ત્યારે હાલમાં મોટાભાગના ખેતરોમાં ફળ બેસી ગયા હતા તેવા ટાઈમે જ વરસાદ અને કરા પડતાં બનાસકાંઠામાં પાકને ૮૦ ટકાથી વધુ નુકસાન થયું છે. જેથી હવે સરકાર પાક વીમા નો લાભ ખેડૂતોને આપે તો જ ખેડૂતો બચી શકે તેમ છે.

બાઈટ...કનવરજી ઠાકોર,ખેડૂત,કાંટ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.