- વાંરવાર રજૂઆત અને આવેદનપત્ર આપવા છતાં કાર્યવાહી ન થતા કતલખાનામાં રોકટોક
- આવેદનપત્રની સાથે કડક કાર્યવાહી ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની અપાઈ ચીમકી
- વાવ, થરાદના ત્રણ કરતા વધુ સંગઠનોએ આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની કરી માગ
બનાસકાંઠાઃ સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ, સુઈગામમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાને બંધ કરાવવા વાવ થરાદના અલગ-અલગ સંગઠનો દ્વારા વાવ મામલતદાર તેમજ થરાદ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ જામનગરમાં પોલીસ દ્વારા સિંધી માર્કેટ બંધ કરાઈ, વેપારીઓની પોલીસ સામે રાવ
વાવની તમામ જનતા આવા કૃત્યોથી હેરાન-પરેશાન થઈ રહી છે
વાવના મુખ્ય બસ સ્ટેશનની પાછળ કે કાયદેસર માસનો વેપાર કરવામાં આવી રહ્યો છે. વાવમાં રહેતી હિન્દુ પ્રજા તેમજ જીવ દયા પ્રેમીઓ અને જૈન ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કાર્ય થઈ રહ્યું છે. વાવની તમામ જનતા આવા કૃત્યોથી હેરાન-પરેશાન થઈ રહી છે.
આ પણ વાંચોઃ ધાનેરામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરવા આવેદનપત્ર અપાયું
માગણી નહી સંતોષવામાં આવે તો આંદોલન કરવામાં આવશે
બનાસકાંઠાના સરહદી વિસ્તારના સ્થાનિક સંગઠનો દ્વારા જવાબદાર તંત્રને વારંવાર આવેદનપત્ર આપવા છતાં પણ આ શખ્સો સામે કોઇ કાર્યવાહી થતી નથી. આ છેલ્લીવાર આવેદનપત્ર આપી માગ કરી રહ્યા છે કે, જો આવેદનપત્ર આપ્યા પછી અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો, આવનારા સમયમાં અમારે આંદોલન કરવાનો વારો આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.