ETV Bharat / state

ડીસાના રાજગરાની ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ માગ... - grains

બનાસકાંઠાઃ દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે. દેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક દિન-પ્રતિદિન વધી રહી છે. એટલું જ નહીં પરંતુ ડીસા પંથકમાં થતા રાજગરાનો દાણો મોટો હોવાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના 123 દેશોમાં આ રાજગરાની નિકાસ કરવામાં આવી રહી છે.

bns
author img

By

Published : May 1, 2019, 8:43 PM IST

બનાસકાંઠા જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં રવિ સિઝન દરમિયાન અન્ય ખેતપેદાશોની સાથે-સાથે રાજગરાની પણ વિપુલમાત્રામાં આવક નોંધાઇ રહી છે. દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે, ત્યારે બનાસકાંઠા, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.

ડીસાના રાજગરાની ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ માગ...

બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા પંથકમાં રાજગરાના વધુ વાવેતરને કારણે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક વધારે રહે છે. ડીસાના ખેડૂતોની દીર્ઘદ્રષ્ટિ, કોઠાસૂજ અને વાવેતરની પદ્ધતિ સારી હોવાથી અન્ય રાજ્યો કરતા ડીસા પંથકમાં રાજગરાનો દાણો મોટો થાય છે. તેથી મોટાદાણાવાળા રાજગરાની માંગ વધારે હોવાથી અહીંના ખેડૂતોને પૂરતા ભાવો પણ મળી રહે છે.

ડીસા પંથકમાં થતા રાજગરાનો દાણો મોટો હોવાથી તેની માગ દેશ-વિદેશમાં પણ વધી રહી છે. જેથી અન્ય માર્કેટયાર્ડોમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટયાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, સિઝન દરમિયાન રાજગરાની 80,000થી વધુ બોરી નોંધાય છે. જ્યારે ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતાં સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે.

દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માગ વધી રહી છે. ડીસા-બનાસકાંઠાના રાજગરાનો દાણો મોટો હોવાથી 13 દેશોમાં પણ તેની નિકાસ કરવામાં આવે છે, રાજગરામાંથી કુલ 52 જેટલી વિવિધ પ્રોડક્ટ બને છે. ખાસ કરીને રાજગરામાં પ્રોટીન વધારે હોવાથી તેમાંથી બિસ્કીટ અને હાર્ટની દવાઓ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ થાય છે અને તેથી જ ડીસાનો રાજગરો વિવિધ 13 દેશોમાં નિકાસ થાય છે.

ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે, પરંતુ તેમાંથી પોષણક્ષમ ભાવો મળતા નથી અને તેમને આંદોલન કરવાની ફરજ પડે છે, પરંતુ જે ખેડૂતો થોડુંક અલગ વિચારી રાજગરા જેવી ખેતી તરફ વળ્યાં છે અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે, તે ખેડૂતો અન્ય માટે પ્રેરણાદાયી બની રહ્યા છે.

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.01 05 2019

સ્લગ... વિદેશમાં ડીસાના રાજગરની માંગ...

એન્કર........દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે દેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની દિન-પ્રતિદિન આવક વધી રહી છે. એટલુંજ નહીં પરંતુ   ડીસા પંથકમાં થતા રાજગરાનો મોટો દાણો હોવાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વ ના 123 દેશો માં આ રાજગારા નો નિકાસ કરવામાં આવતી રહ્યો છે ......

વી ઓ .......બનાસકાંઠા જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં રવી સિઝન દરમિયાન અન્ય ખેતપેદાશોની સાથે સાથે રાજગરાની પણ વિપુલમાત્રામાં આવક નોંધાઇ રહી છે. દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે. ત્યારે બનાસકાંઠા, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા પંથક માં રાજગરાના વધુ વાવેતરના કારણે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક વધારે રહે છે ડીસા ના ખેડૂતો ની દીર્ઘદ્રષ્ટિ, કોઠાસૂજ અને વાવેતર ની પદ્ધતિ સારી હોવાથી અન્ય રાજ્યો કરતા ડીસા પંથકમાં થતા રાજગરા નો દાણો મોટો થાય છે તેથી મોટાદાણા વાળા રાજગરાની માંગ વધારે હોવાથી અહીંના ખેડૂતો ને પૂરતા ભાવો પણ મળી રહે છે .....

બાઈટ.......પીરાભાઈ દેસાઈ,ખેડૂત

( રાજગરો સારા ભાવે વેચાય છે , તેની માંગ પણ વધારે છે  )

બાઈટ......અરજનભાઈ દેસાઈ ,વેપારી

( ડીસા ના રાજગરો મોટાદાણા વાળો હોય છે ,તેથી તેની માંગ વધારે રહે છે )

વી ઓ .......ડીસા પંથક માં થતા  રાજગરા ના દાણો મોટો હોવાથી તેની માંગ દેશ-વિદેશમાં પણ વધી રહી છે. જેથી અન્ય માર્કેટયાર્ડોમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટયાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે.ડીસા માર્કેટયાર્ડના  સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે સિઝન દરમ્યાન રાજગરાની ૮૦ હજારથી વધુ બોરી નોંધાય છે. જ્યારે ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતાં સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માંગ વધી રહી છે. ડીસા-બનાસકાંઠાના રાજગરાનો દાણો મોટો હોવાથી 13 દેશો માં પણ નિકાસ કરવામાં આવે છે, રાજગારા માંથી કુલ 52 જેટલી વિવિધ પ્રોડક્ટ બને છે ખાસ કરીને રાજગરા માં પ્રોટીન વધારે હોવાથી  તેમાંથી બિસ્કીટ અને હાર્ટ ની દવાઓ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ થાય છે અને તેથી જ ડીસા નો રાજગરો વિવિધ 13 દેશો મ નિકાસ થાય છે......

બાઈટ......એ એન જોશી, સેક્રેટરી, ડીસા માર્કેટયાર્ડ

( ડીસા નો રાજગરો 13 દેશો માં નિકાસ થાય છે ,તેમાંથી 52 પ્રોડક્ટ બને છે  )

વી ઓ .....છેલ્લા ઘણા ખેડૂતો ભલે પરંપરાગત ખેતી કરતા તેમાંથી પોષણક્ષમ ભાવો મળતા નથી,અને તેઓ ને આંદોલન કરવાની ફરજ પડે છે , પરંતુ જે ખેડૂતો થોડુંક અલગ વિચારી રાજગરા જેવી ખેતી વળ્યાં છે અને તેમાંથી લાખ્ખો રૂપિયાની કમાણી  કરતા થયા છે તે ખેડૂતો અન્ય માટે પ્રેરણાદાયી બની રહ્યા છે .......

રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.