બનાસકાંઠા: જિલ્લાના ડીસામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાના શાસનકાળ દરમિયાન 222 કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ લાઇટો તો નંખાઈ હતી. પરંતુ એ લાઈટો ચાલુ કર્યા પછી તેનું લાઈટ બિલ કોણ ભરે નગરપાલિકા ભરે કે હાઇવે ઓથોરિટી ભરે, આ વિવાદમાં લાઈટો છેલ્લા કેટલાક સમયથી બંધ હતી. પરંતુ સ્થાનિક લોકોની વારંવાર રજૂઆતના પગલે આખરે હાઇવે ઓથોરિટીએ લાઈટ બિલ ભરવાનું સ્વીકાર્યું અને લાઈટો ચાલુ કરવામાં આવી. પરંતુ આ લાઈટો થોડા સમય બાદ ફરી તે બંધ થઈ ગઈ હતી. હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવતા ન હતા. લાઈટો ચાલુ કરવામાં ના આવતા વારંવાર અકસ્માત સર્જાતા હતા. જેના કારણે અનેક લોકોના જીવ જતા હતા.
"etv ભારત દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેને ધ્યાનમાં લઈને ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે જે તમામ લાઈટો ચાલુ કરી દેવામાં આવી છે. તેથી અમે etv ભારતનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને હજી નીચેના ભાગમાં અમુક જે લાઈટો બંધ છે. તે હાઇવે ઓથોરિટી દ્વારા ચાલુ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે."-- કમલેશભાઈ (ડીસાના જાગૃત નાગરિક)
Etv ભારતના અહેવાલની અસર: ગઈકાલે etv ભારત દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એલીવેટેડ બીજ થોડા સમય અગાઉ 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પરંતુ આના પર છેલ્લા કેટલાક સમયથી લાઈટો બંધ હતી. જેના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હતા. ત્યારે ઈટીવી ભારત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે લાઈટો ચાલુ કરવામાં આવે. ત્યારે આ અહેવાલને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. ઓથોરિટી દ્વારા બ્રિજ ઉપરની તમામ લાઈટો ચાલુ કરી દેવામાં આવી છે. તેથી ડીસા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ડીસાનો બ્રિજ લાઈટોથી ઝળહળી ઊઠ્યો: આ એલિવેટેડ બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી લાઈટો બંધ હતી. જેના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હતા. લોકો અકસ્માતનો ભોગ બનતા હતા. ત્યારબાદ ગઈકાલે etv ભારત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો કે આ બ્રિજ પર લાઈટો નથી જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. હાઇવે ઓથોરિટી અધિકારી સાથે સીધી વાત કરીને માહિતી મેળવવામાં આવી હતી કે જે લાઈટો બંધ છે જે કયા કારણોસર બંધ છે. ત્યારે હાઇવે ઓથોરિટી અધિકારી દ્વારા etv ભારતને કહેવામાં આવ્યું હતું કે એક બે દિવસમાં લાઈટો ચાલુ થઈ જશે. ત્યારબાદ એક જ દિવસમાં બ્રિજ પરથી તમામ લાઈટો ચાલુ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ બ્રિજ પર તમામ લાઈટો ચાલુ થઈ જતાં બ્રિજનો ઉપરનો ભાગ લાઈટોથી ઝળહળી ઊઠ્યો છે.