સાબરકાંઠાઃ ઇડરમાં જૈનાઆચાર્ય દ્વારા થયેલા વ્યભિચારનો મામલો હવે દિન-પ્રતિદિન વધુ ચર્ચાસ્પદ થઈ રહ્યો છે, ત્યારે શુક્રવારના રોજ ઇડર તેમ જ સાબરકાંઠા જિલ્લામાં રહેતા જૈન સમાજના આગેવાનોએ ઇડર પોલીસ તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય માટેની માગ કરી હતી.

સાબરકાંઠાના ઇડરમાં શક્રવારના રોજ જૈન સમાજના આગેવાનો તેમજ મહિલાઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જૈન આચાર્યો દ્વારા થયેલા વિચારમાં તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની રજૂઆત કરી હતી. સાથો-સાથ ગુજરાત સરકાર ગૃહ પ્રધાન તેમજ મુખ્ય પ્રધાનને આવેદન પત્ર પાઠવી ન્યાયની માગ કરી હતી.

જૈન સમાજમાં સંયમનો સૌથી મહત્વનો ભાગ હોય છે. તેમજ સંયમિત જીવનની જૈનાચાર્ય દ્વારા શીખ સમજ અને જ્ઞાન અપાતું હોય છે. જોકે ઇડરના જૈનાચાર્ય દ્વારા વ્યભિચાર કરાયાની ક્લિપ બહાર આવ્યા બાદ આ મામલે હજુ સુધી કોઇ ઠોસ પગલા ન લેવાતા શક્રવારના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં રહેતા આગેવાનો સહિત મહિલાઓએ નાયબ કલેક્ટર તેમજ પોલીસ મથકે રૂબરૂ પોતાની રજૂઆત કરી હતી. તેમજ તાત્કાલિક ધોરણે આવા લંપટ જૈનાચાર્યની અટકાયત કરવાની માગ કરી હતી.