ETV Bharat / state

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અટલ ભૂજલ યોજનાનો કરાવ્યો પ્રારંભ, ખેડૂતોને મળી મોટી ભેટ - સુજલામ સુફલામ યોજના

સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પાણી વગર તળ ઊંડા જઈ રહ્યા છે તેને લઈ પાણીની સમસ્યા દિવસે ને દિવસે ઉભી થઇ રહી છે. ત્યારે આગામી સમય બનાસકાંઠા જીલ્લો પાણીદાર જીલ્લો બને તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ખેત તલાવડી અભિયાનની (Khet Talavadi Abhiyan) શરૂવાત કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસાના મામા નગર ખાતે ધારાસભ્ય પ્રવીણ માળીએ જિલ્લામાં પ્રથમવખત અટલ ભૂજલ યોજનાનું ખાતમુહૂર્ત કરી પ્રારંભ (Launch of Atal Bhujal Yojana from Disa) કર્યો હતો.

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અટલ ભૂજલ યોજનાનો કરાવ્યો પ્રારંભ, ખેડૂતોને મળી મોટી ભેટ

author img

By

Published : Jan 1, 2023, 1:55 PM IST

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અટલ ભૂજલ યોજનાનો કરાવ્યો પ્રારંભ, ખેડૂતોને મળી મોટી ભેટ

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લો (Water problem in Banaskantha district) વર્ષોથી સૌથી વધુ પાણીની સમસ્યાનો સામનો કરતો આવ્યો છે. ખાસ કરીને વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામો પાણીના બુંદ બુંદ માટે વલખા મારતા હોય છે. પીવા માટેના પાણીની તો વાત દૂર રહી, પરંતુ ખેતી કરવા માટે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પાણી મળતું ન હતું. જે બાદ રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના (Sujalam Sufalam Yojana) થકી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોને તો પાણી પહોંચાડ્યું, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ગામો છે કે જ્યાં આજે પણ લોકો પાણી માટે તરસી રહ્યા છે. (Launch of Atal Bhujal Yojana from Disa)

પાણીની તંગીનો સામનો કરતા જિલ્લાની પરિસ્થિત : સતત બનાસકાંઠા જિલ્લામાં ખેતીનું પ્રમાણ વધ્યું છે. તેની સાથે સાથે પાણીના તળ પણ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. જેના કારણે દિવસને દિવસે પાણીની વિકટ સમસ્યા (Water problem in Banaskantha district) ઊભી થઈ રહી છે. મોટાભાગના ખેડૂતો પાણીની સમસ્યાના કારણે પોતાના ખેતરમાં પાકનું વાવેતર પણ સમયસર કરી શકતા નથી, ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગીનો સામનો હાલ સૌથી વધુ ખેડૂતો કરી રહ્યા છે. અનેક વાર પાણી બાબતે આંદોલનો થયા છે. ખાસ કરીને જિલ્લાના જીવા દોરી સમાન 3 જળાશયો આવેલા છે, પરંતુ બે જળાશયો કોરા ધાકોર પડ્યા હોવાના કારણે જળાશય આધારી ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

જિલ્લામાં અટલ ભૂજલ યોજનાનો પ્રારંભ : બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર નીચા જતા તેને રિચાર્જ દ્વારા ઉપર લાવવાની કેન્દ્ર સરકારની અટલ ભૂજલ યોજનાનું (Atal Bhujal Yojana) બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના મામા નગર ખાતેથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ખાતમુહૂર્ત કરાવી પ્રારંભ કર્યો હતો. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા દેશમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઘણું જ નીચે ઉતરી ગયેલું છે અને ભૂગર્ભ જળના રિચાર્જ કરતા પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે તેવા વિસ્તારોમાં આધુનિક રિચાર્જ પદ્ધતિથી ભૂગર્ભજળ ઊંચું લાવવા અટલ ભૂજલ યોજના અમલમાં મુકાઇ છે. જેનો બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ચાર્જ બોરનું ખાતમુહૂર્ત કર્યું : ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસા તાલુકાના માલગઢ મામાનગર ખાતેથી રીચાર્જ બોરનું ખાતમુહૂર્ત કરી તેનો પ્રારંભ કર્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આ અભિયાનમાં જોડાયા હતા. ખાસ કરીને પાણીના તંગીનો સામનો કરતા ખેડૂતો પાણી બચાવવા માટે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ડીસાના ધારાસભ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાનમાં જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ જોડાઈ અને વરસાદી પાણીથી ખેતી કરવાની શરૂવાત કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.

ખેડૂતોએ આ યોજના પર પોતાની પ્રતિક્રિયા આપી : બનાસકાંઠા જિલ્લામાં અટલ ભૂજલ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જોડાયા હતા. જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે તેના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ દિવસેને દિવસે મુશ્કેલી ભરી બની રહી છે. ખાસ કરીને જ્યાં નહેરોનું પાણી નથી પહોંચતું ત્યાં ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે ડીસાના ધારાસભ્ય દ્વારા અટલ ભૂજલ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે યોજનામાં અમે તમામ લોકો જોડાઈએ છીએ અમારે પહેલાં પાણી માટે જે બોર બનાવું પડતો હતો તે પાણી વગર બગડી જતા લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડતું હતું, પરંતુ હવે વરસાદી પાણી જે વેડફાઈ જાય છે તેને ભૂગર્ભમાં ઉતારી અને તળ ઉંચા લાવવામાં આવશે અને જેના કારણે અમારે બોરમાં થતા નુકશાનથી બચી શકાશે.

ધારાસભ્ય પ્રવીણ માળીનું નિવેદન : ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવ ભરવામાં આવે છે તેમજ ચોમાસામાં વધારાનું વહી જતું પાણી પુનઃ જમીનમાં ઉતારવા અટલ ભૂજલ યોજના બનાવી છે. જેમાં આધુનિક પદ્ધતિથી રિચાર્જ બોર કરી ફેઝોમીટર દ્વારા લેવલ ચેક કરી કચરો ન જાય તે રીતે પ્યોર પાણી એક્વાફાયર લેવલ સુધી પહોંચે તેવી રીતે આધુનિક પદ્ધતિથી રિચાર્જ કરી જમીનમાં ઉતારવામાં આવે છે. આ યોજનાનો બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા મામાનગરથી પ્રારંભ થયો છે. ત્યારે આ યોજનાથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંચા આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. આ પ્રસંગે વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ગામના સરપંચ ગટુબેન ભેરાજી માળી, યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર ડીબી દેસાઈ, એગ્રી એક્સપર્ટ જીમિતભાઈ પટેલ, હાઇડ્રોલોજીસ્ટ કમલેશભાઈ ગેલોત, નાયબ કાર્યપાલક ઇજનેર એન.એસ ઉપાધ્યાય તેમજ માતૃભૂમિ ફાઉન્ડેશન ટ્રસ્ટના આર જે પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.