ETV Bharat / state

ડીસાના લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ 2ના મોત, 3 ઘાયલ

ડીસાઃ લાખણીના આગથળા ગામ પાસે રાત્રીના સમયે ડીસા તરફથી આવી રહેલી ખાનગી ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લઇ બે લોકોને ઘાયલ કર્યા હતાં, ત્યારબાદ લાખણીના ભેમાજી ગોળિયા પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા ઘટના સ્થળે બે યાત્રિકોનું મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ડીસાના લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ 2ના મોત 3 ઘાયલ
author img

By

Published : Sep 13, 2019, 11:51 AM IST

ડીસા તરફથી આવી રહેલી ખાનગી ગાડી નંબર GJ-02-BD-7347ના ડ્રાઇવરે પુરઝડપે હંકારતા ભાદરવી પૂનમ નિમિત્તે વાવ તાલુકાના ઢીમા ગામે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને આગથળા ગામ પાસે અડફેટે લઇ બે યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, ત્યારબાદ ત્યાંથી ગાડી લઇ નાશી છુટેલા ચાલકે ફરી લાખણીના ભેમાજી ગોળિયા પાસે પદયાત્રીઓના બીજા સમૂહના ત્રણ યાત્રીઓને અડફેટે લીધા હતાં. જેમાંથી બેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે ગાડી ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. હીટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. તેમજ ગાડીના ચાલક વિરૂધ્ધ ફીટકાર વરસાવી રહ્યા હતાં.

ડીસાના લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ 2ના મોત 3 ઘાયલ
મૃતકોના નામ(1) નરશીહભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ. 55) (રહે.ઓઢવા)(2) સૂખાજી ગેમરાજી ઠાકોર (ઉ.વ. 27) (રહે. ડોડીયા)ઘાયલોના નામ(1) નમાબેન નાગજીજી ઠાકોર (ઉ.વ.17)(રહે. દામા - રામપુરા )(2) બાબુભાઇ ચેહરાભાઈ હરિજન (ઉ.વ. 45) (રહે. ડોડાણા )(3) શ્રવણજી જોરાજી ઠાકોર (ઉ.વ. 28) (રહે. ગોઢા )

Intro:એપ્રુવલ.. બાય.. કલ્પેશ સર

લોકેશન.. લાખણી. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.13 09 2019

સ્લગ..લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ 2 ના મોત 3 ઘાયલ

એન્કર... લાખણીના આગથળા ગામ પાસે રાત્રીના સમયે ડીસા તરફથી આવી રહેલી ઇન્ડીકા વિસ્ટા ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લઇ બેને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ લાખણીના ભેમાજી ગોળિયા પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા ઘટના સ્થળે બે યાત્રિકોનું મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Body:વિઓ... ડીસા તરફથી આવી રહેલી ઇન્ડીકા વિસ્ટા ગાડી નં_GJ-02-BD-7347 ના ડ્રાઇવરે પુરઝડપે હંકારતાભાદરવી પૂનમ નિમિત્તે વાવ તાલુકાના ઢીમા ગામે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને આગથળા ગામ પાસે અડફેટે લઇ બે યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારબાદ ત્યાંથી ગાડી લઇ ભાગેલા ચાલકે ફરી લાખણીના ભેમાજી ગોળિયા પાસે પદયાત્રીઓના બીજા સમૂહના ત્રણ યાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી બેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થવા પામ્યુ હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગાડી ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. હીટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ ગાડીના ચાલક વિરૂધ્ધ ફીટકાર વરસાવી રહ્યા હતા.

Conclusion:મૃતકોના નામ
(1) નરશીહભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ. 55) (રહે.ઓઢવા)
(2) સૂખાજી ગેમરાજી ઠાકોર (ઉ.વ. 27) (રહે. ડોડીયા)

ઘાયલોના નામ :-

(1) નમાબેન નાગજીજી ઠાકોર (ઉ.વ.17)(રહે. દામા - રામપુરા )
(2) બાબુભાઇ ચેહરાભાઈ હરિજન (ઉ.વ. 45) (રહે. ડોડાણા )
(3) શ્રવણજી જોરાજી ઠાકોર (ઉ.વ. 28) (રહે. ગોઢા )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ... વિડિઓ ફોટા FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.