- ડીસાના યુવાનોની લદાખ સાયકલ યાત્રા
- "રાઈડ ફોર નેશન- રાઈડ ફોર વેકસીનેશન"
- પર્વતીય વિસ્તારના લોકોને અપાશે કોરોના રસી
બનાસકાંઠાઃ "રાઈડ ફોર નેશન- રાઈડ ફોર વેકસીનેશન" ના સ્લોગન સાથે ડીસાના યુવાનોની એક ટીમ તેમજ ડોક્ટર આગેવાનો મનાલી થી લેહ સુધી સાયકલ યાત્રા કરવા નીકળ્યા છે. આ સાયકલ યાત્રા પાછળનું એક જ ઉદ્દેશ છે કે, લોકોના મનમાંથી કોરોના વેક્સીન અંગેની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તે દૂર થાય અને વેક્સીનેશન દ્વારા દેશ સુરક્ષિત થાય. જે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે 13 સાયકલ સવારો ડીસા થી પ્રસ્થાન કરી ચુક્યા છે. આ સાયકલ સવારો 10 દિવસ સુધી સાયકલયાત્રા કરશે. સાયકલયાત્રામાં મહિલાઓ પણ જોડાઈ છે.
10 દિવસની સાયકલ યાત્રા
ડીસાથી નીકળેલી સાયકલ યાત્રા 10 દિવસ સુધી ચાલનારી યાત્રા દરમિયાન તેઓ 560 કિલોમીટરનું અંતર કાપશે. મનાલીથી ચાલુ થયેલી ખારદુગલા જઈ આ યાત્રા પૂર્ણ થશે. આ સાઈકલિંગ યાત્રાનો મુખ્ય ઉદ્દેશથી દેશના પર્વતીય વિસ્તારોમાં પણ લોકોમાં કોરોના વેકસીન માટે જાગૃતતા લાવવામાં આવે છે.
આ યાત્રામાં મહિલાઓ જોડાઈ
આ સાઈકલ યાત્રા દરમિયાન લોકોને કોરોના રસીકરણ માટે જાગૃતિ લાવવામાં આવશે. આ સાયકલયાત્રામાં બે ડૉકટર મહિલાઓ પણ જોડાઈ છે. જે સાયકલયાત્રા દરમિયાન વડાપ્રધાનના ફિટ ઇન્ડિયાના સ્લોગનને મજબૂત કરવા અને મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને ફિટ રાખે તે માટે જાગૃતતા લાવવામાં આવશે.
રસીકરણની માહિતી અપાશે
આજે જ્યાં કોરોના વાઈરસની મહામારીમાં લોકો વેક્સિન ન લેવા માટે અનેક માન્યતાઓ રાખતા હોય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આજે પણ લોકો વેક્સિન લેતા ડરી રહ્યા છે, ત્યારે આવા સમયે ડીસાના સાઈકલ સવારો પર્વતીય વિસ્તારમાં કોરોના રસી માટે જાગૃતતા લાવશે. એક તરફ દેશમાં કોરોના રસી મામલે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. તેવા જ સમયે દેશના પર્વતીય વિસ્તારમાં આ સાઈકલ યાત્રા લોક જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે.