ETV Bharat / state

સરકારના પોકળ દાવાઓ, બનાસકાંઠાની સરકારી હોસ્પીટલોમાં હડકવાના ઈન્જેક્શનનો અભાવ - government hospital

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી એક પણ સરકારી હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન ન હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં, પણ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો નથી.

સરકારના પોકળ દાવાઓ
author img

By

Published : Jul 16, 2019, 9:10 PM IST

બનાસકાંઠા જિલ્લામાં કુલ 221 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે, પરંતુ એક પણ કેન્દ્ર કે, સરકારી હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શનો ઉપલબ્ધ નથી. છેલ્લા 2 મહિનાથી અહીં આવતા દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો શ્વાન, પશુ કે જનાવર કરડી જાય તો પણ અહીં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જઈને મોંઘીદાટ સારવાર લેવી પડે છે.

સરકારના પોકળ દાવાઓ, બનાસકાંઠાની સરકારી હોસ્પીટલોમાં હડકવાના ઈન્જેક્શનનો અભાવ

બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો, અહીં દર મહિને 3 હજારથી પણ વધુ હડકવાના ઇન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી આગળથી દવાનો જથ્થો ન આવતા સ્થાનિક લેવલે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાયો નથી. જો કે, હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શનો ન હોવાથી બહારથી દવા લાવી દર્દીઓની સારવાર કરતાં હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

એક તરફ સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવાની વાતો જોરશોરથી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ બનાસકાંઠા જેવા પછાત અને ગરીબ વિસ્તારની હોસ્પિટલોમાં હડકવા વિરોધી ઇન્જેક્શનો માટે રજુઆત કરવા છતાં પણ સરકાર આ દર્દીઓને પડતી હાલાકી મામલે ગણકારતી પણ નથી. ત્યારે સરકારે પોકળ ભાષણબાજી કર્યા વગર દવાઓનો જથ્થો સમયસર મળી રહે અને દર્દીઓને હાલાકી ના પડે તે દિશામાં પ્રયાસો કરવા જોઈએ.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 15 07 2019

સ્લગ........રસી ની અછત

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનાથી એક પણ સરકારી હોસ્પિટલમાં હડકવા ના ઇન્જેક્શન ન હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્જેક્શન નો જથ્થો ઉપલબ્ધ થયો નથી.......

Body:વી ઓ ......બનાસકાંઠા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી હડકવા વિરોધી રસી ની અછત સર્જાઇ છે બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુલ 221 આવેલા છે પરંતુ એક પણ કેન્દ્ર કે હોસ્પિટલમાં હડકવા ના ઇન્જેક્શનો ઉપલબ્ધ નથી છેલ્લા બે મહિનાથી અહીં આવતા દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જો શ્વાન કે અન્ય કોઈ પશુ કે જનાવર કરડી જાય તો પણ અહીં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જઈને મોંઘીદાટ સારવાર લેવી પડે છે ......

બાઈટ.......પીરાભાઈ પરમાર, દર્દી ના સગા

( છેલ્લા એક મહિનાથી કોઈ હોસ્પિટલમાં હડકવા ના ઇન્જેક્શન નથી )

બાઈટ......જ્યોત્સનાબેન, દર્દી ના સગા

( મારી દીકરીને કૂતરું કારડયું હતું , પણ હોસ્પિટલમાં ઇન્જેક્શન ન જ નથી )

વી ઓ ....... બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં દર મહિને ત્રણ હજારથી પણ વધુ હડકવાના ઇન્જેક્શન ની જરૂર પડે છે પરંતુ છેલ્લા બે મહિનાથી આગળથી દવાનો જથ્થો ના આવતા સ્થાનિક લેવલે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી દવા નો જથ્થો ઉપલબ્ધ કરાયો નથી , જોકે હોસ્પિટલમાં હડકવા ના ઇન્જેક્શનો ન હોવાના કારણે બહારથી દવા લાવી દર્દીઓની સારવાર કરતાં હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું........

બાઈટ.......બી.એ શાહ
( જિલ્લા આરોગ્ય અધિકારી )

( બે ત્રણ મહિનાથી એ આર વી ઇન્જેક્શન ની અછત છે, ઇન્જેક્શન માટે અમે રાજ્યકક્ષાએ રજુઆત કરી છે, વહેલા જથ્થો મળે તે માટે અમારા પ્રયાસો છે )

Conclusion:વી ઓ ........ એક તરફ સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવાની વાતો જોરશોર થી કરવામાં આવે છે જ્યારે બીજી તરફ બનાસકાંઠા જેવા પછાત અને ગરીબ વિસ્તાર ની હોસ્પિટલોમાં હડકવા વિરોધી ઇન્જેક્શનો છેલ્લા ત્રણ મહિનાથી નથી અને તેના માટે રજુઆત કરવા છતાં પણ સરકાર આ દર્દીઓને પડતી હાલાકી મામલે ગણકારતી પણ નથી ત્યારે સરકારે પોકળ ભાષણબાજી કર્યા વગર દવાઓનો જથ્થો સમયસર મળી રહે અને દર્દીઓને હાલાકી ના પડે તે દિશામાં પ્રયાસો કરવા જોઈએ......

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.