ETV Bharat / state

અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ - amabaji school news

ગુજરાત રાજ્યના નવા બજેટ સત્રમાં રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફટીને લઈ ચિંતા કરવામાં આવી છે. જે શાળાઓમાં ફાયર સેફટીની વ્યવસ્થા ન હોય તેવી શાળાઓ ઉપર શાળાઓ બંધ કરાવવા સુધીના પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ગણાતી શાળામાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Mar 7, 2021, 1:36 PM IST

  • ફાયર સેફટીની ગ્રાન્ટ ન મળતા શાળાએ કાળજી લીધી નહીં
  • શાળામાં 12 જેટલા ફાયર સેફટી સિલિન્ડરોની જરૂરિયાત
  • બાળકોની સંખ્યા મુજબ ગ્રાન્ટ આપવાની કરાઈ માગ
    બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ત્રણ માળનું છે, જેમાં 42 વર્ગોમાં 1500 ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. ધોરણ 1થી 8ના વર્ગોમાં સરકારની કોવિડ -19 ગાઈડ લાઈન પ્રમાણે ધોરણ 6થી8ના જ 700થી 800 જેટલા બાળકો હાલ શાળા એ આવે છે. આ શાળામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે એક માત્ર ફાયર સેફટીની બોટલ જોવા મળી હતી, જેની એકપાયરી ડેટ પણ ધણી જુની હતી. જો કોઈ મોટી હોનારત સર્જાય તો જિલ્લાની સૌથી મોટી ગણાતી આ શાળામાં મોટી હોનારત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.

શાળાને પૂરતી ફાયર સેફટીની ગ્રાન્ટ ન મળ્યાનો આચાર્યનો દાવો

આ બાબતે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ફાયર સેફટીની અમને ગ્રાન્ટ ન મળતા અમે ફાયર સેફટીનો બાટલો ભરાવ્યો નથી. એટલું જ નહીં ત્રણ માળની બીલ્ડીંગમાં એક નહી પણ 12 જેટલા સિલિન્ડરોની જરૂરિયાત છે, તેની સામે માત્ર એક જ ફાળવવામાં આવ્યો છે અને તે ભરાવવા માટેની પણ ગ્રાન્ટ મળી નથી. આ ઉપરાંત ફાયર સેફટીના મામલે નિસરણી તેમજ નેટ જેવી સામગ્રીની જરૂરીયાત પુરી કરવા માગ કરાઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: શાળાઓમાં ફાયર સેફ્ટી ન હોય તો મંજૂરી થશે રદ

નિસરણી તેમજ નેટ જેવી સામગ્રીની જરૂરિયાત પુરી કરવા માગ કરાઈ

1500 ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ શાળામાં જે ગ્રાન્ટ આવે છે તે ખુબ જ ઓછી અને અનિયમિત આવે છે સાથે સફાઈની પણ પૂરતી ગ્રાંટ ન આવતી હોવાથી શાળા શરુ થતામાં ડ્રેસ પહેરીને અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થિનીઓ દ્વારા શાળામાં સફાઈ કરાવવામા આવે છે. બાળકોની આ દશા જોઈ સરકારને તાકીદે શાળાઓમાં સફાઈકામદારોની વ્યવસ્થા કરવા માગ કરાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.