ETV Bharat / state

બનાસ નદીના તટ પર વસેલા 700 વર્ષ જૂના પૌરાણિક મહાદેવ મંદિરની છે અનોખી ગાથા...

રાજ્યના અનેક ગામ કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડ્યું હોય છે. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે તેનું નામ ભગવાન મહાદેવના નામ પરથી પડ્યું છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે-સાથે આ ગામમાં આવેલા સદીઓ જૂના પ્રાચીન મહાદેવના દર્શન કરાવીશું.

history of lord shiva
700 વર્ષ જૂના પૌરાણિક મહાદેવ મંદિરની છે અનોખી ગાથા
author img

By

Published : Jul 25, 2020, 8:29 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ ત્રણસોથી ચારસો વર્ષ જૂનો છે. પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવાટ માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહી મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું છે.

history of lord shiva
700 વર્ષ જૂના પૌરાણિક મહાદેવ મંદિરની છે અનોખી ગાથા

ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે, સદીઓ પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું.

બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે, બનાસ નદીના તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે. આ મંદિરે ભક્તો શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવજીની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે ભક્તોને આ મંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર કરીને પ્રવેશ આપવામાં આવે છે.

ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવના આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે. અહીં શિવાલયમાં ભક્તો દ્વારા રાખવામાં આવેલી બાધા પૂર્ણ કરવા માટે મીઠું, રીંગણ અને દૂધ ચઢાવવામાં આવે છે. અહીં શ્રાવણ માસ દરમિયાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. વર્ષો જૂના પૌરાણિક મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે.

બનાસ નદીના તટ પર વસેલા 700 વર્ષ જૂના પૌરાણિક મહાદેવ મંદિરની છે અનોખી ગાથા

બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર વર્ષે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવતા હોય છે. જો કે, હાલ કોરના વાઇરસની મહામારીને ધ્યાનમાં લઇને હાલમાં અહીં ટ્રસ્ટ દ્વારા ભીડ ભાડ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે આ વખતે શ્રાવણ મહિનામાં અહીં દર્શનાર્થે આવતા ભક્તો સોશિયલ ડિસ્ટનસ રાખી, માસ્ક પહેરી પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે અને અહીં આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

આ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જિલ્લાનું મહાદેવિયા એકમાત્ર ગામ છે. સદીઓ વીતી ગઈ છતાં આજે પણ આ ધાર્મિક સ્થળનો મહિમા અકબંધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.