બનાસકાંઠા: જિલ્લો ભારત પાકિસ્તાનની બોર્ડરને તેમજ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો છે. આ જિલ્લો અંતરિયાળ જિલ્લો માનવામાં આવે છે. આ અંતરિયાળ જિલ્લામાં અનેક લોકોમાં અલગ અલગ કલાઓ છુપાયેલી છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં રહેતી ખુશી દામાની નામની મહિલા પોતાના હાથે જ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી ઘરે બેસી જ વેચાણ કરે છે. અત્યારે આ મહિલા અલગ અલગ કોસ્મેટીકની 70થી વધુ ચીજ વસ્તુઓ બનાવી ઘરે બેસીને ઓનલાઈન વેચાણ કરી રહી છે.
![નાનપણથી ચીજ-વસ્તુઓ બનાવવાનો શોખ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2023/gj-bnk-01-02-july-selfdependentwomen-pkg-gj10083_02072023082837_0207f_1688266717_909.jpeg)
નાનપણથી ચીજ-વસ્તુઓ બનાવવાનો શોખ: ખુશી દામાનીએ અભ્યાસ ગ્રેજ્યુએટ સુધી કરેલ છે. આમ તો આ મહિલા મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે. તેના આજથી 11 વર્ષ પહેલાં ડીસામાં લગ્ન કરીને આવી છે. આ મહિલાને નાનપણથી જ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવાનો અનેરો શોખ હતો. ત્યારબાદ આ મહિલા અનેક તહેવાર દરમિયાન અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરતી હતી.
![70થી વધુ અલગ-અલગ પ્રકારની ચીજ વસ્તુઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2023/gj-bnk-01-02-july-selfdependentwomen-pkg-gj10083_02072023082837_0207f_1688266717_562.jpeg)
ઓનલાઈન વેચાણ: ખુશી દામાની નામની મહિલા નાનપણથી જ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી રહી છે. અત્યારે આ મહિલા કોસ્મેટિકની 70થી વધુ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી રહી છે. જેમાં સાબુ, મુંબત્તિ, બોડી બટર, લીમબામ, ક્રીમ, બોડી સ્ક્રેબ, સહિતની અલગ અલગ ચીજ વસ્તુઓ પોતાના હાથે બનાવી ઘરે બેસી ઓનલાઈન વેચાણ કરી પોતે જાતે આત્મનિર્ભર બને તેવું કાર્ય કરી રહી છે. મહિલા કોસ્મેટિક ની ચીજ વસ્તુઓ જે બનાવે છે. તે 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા ની તમામ વેરાયટીઓ પોતાના હાથે બનાવી રહી છે.
![ચીજવસ્તુઓનું સમગ્ર ભારતભરમાં વેચાણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2023/gj-bnk-01-02-july-selfdependentwomen-pkg-gj10083_02072023082837_0207f_1688266717_530.jpeg)
" મને શરુઆતથી ક્રિયેટીવિટી કરવાનો શોખ હતો. હું જ્યારે લગ્ન કરીનેને આવી ત્યારે અલગ કાર્ડ બનાવતી. એમ કઇકને કઇક ક્રિયેટીવિટી કરતી. લોકડાઉનમાં પણ મારાં પરિવારના બાળકો સાથે બેસીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી હતી. હુ ત્યારે નક્કી કરતી હતી કે હુ કંઇ ફિલ્ડમાં જઉ જેનાથી મને સરળતા રહે અને મને ખુદને એવું હતુ કે હું મારા પોતાનાં પગ પર ઉભી થઉ." - ખુશી દામાની
" મેં અલગ અલગ જગ્યાએ પ્રયત્નો કર્યા કે કઇ ચીઝ વસ્તુઓને બનાવવામાં હું સફળ થઈશ. મે કેટલીક ક્રિયેટીવિટી કરી જેમાં પેન્ટિંગ બનાઇ સ્કેચિંગ કર્યા પછી ધીરે ધીરે મે મારું પ્લેટ ફોર્મ બનાવ્યું. ધીરે ધીરે મે ચીઝ વસ્તુઓને બનાવવાનું શરુ કર્યું અને મને પહેલી દિવાળીએ જ ખુબ સારો રિસ્પોન્સ મળ્યો. જેનાં, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીધામ જેવાં અનેક વિસ્તારમાં હાલ મારી ચીઝ વસ્તુઓ ઓનલાઇન વેચાય છે અને કેટલાંક લોકો ઘરે આવીને ખરીદે છે.ઠ - ખુશી દામાની
અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ: બનાસકાંઠાના ડીસાની આ ખુશી દામાની ઘણા સમયથી પોતાના ઘરે કોસ્મેટિકની ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી રહી છે. તેના પરિવારનું ખૂબ જ સ્પોર્ટ હોવાથી આ મહિલા જાતે આત્માનિર્ભર બની રહી છે. આ મહિલા અન્ય મહિલાઓને પણ એક સંદેશ આપી રહી છે કે મહિલાઓમાં અનેક કળાઓ છુપાયેલી છે. જો મહિલાઓ પોતાની અંદર છુપાયેલી કળાનો યોગ્ય સમયે તેનો ઉપયોગ કરે તો ખુદ જાતે આત્મનિર્ભર બની શકે તેમ છે.