ETV Bharat / state

લવ જેહાદ મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પાટાદારોના હક મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખે આપ્યું નિવેદન

બનાસકાંઠામાં પાટીદાર સમાજનું સ્નેહમિલન (Patidar Sneh Milan in Deesa Banaskantha) યોજાયું હતું. અહીં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (vishwa umiya foundation) અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ (Khodaldham trust) પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે (naresh patel khodaldham) નિવેદન આપ્યું હતું કે, ચૂંટણી પહેલા પાટીદારો પણ પોતાનો હક માગશે.

લવ જેહાદ મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પાટાદારોના હક મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખે આપ્યું નિવેદન
લવ જેહાદ મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પાટાદારોના હક મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખે આપ્યું નિવેદન
author img

By

Published : Sep 19, 2022, 10:16 AM IST

બનાસકાંઠા વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા દરેક સમાજ પોતપોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. તેવામાં ડીસામાં પાટીદાર સમાજનું સ્નેહમિલન (Patidar Sneh Milan in Deesa Banaskantha) યોજાયું હતું, જ્યાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પાટીદારો માગશે હક આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના (Khodaldham trust) પ્રમુખ નરેશ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના (vishwa umiya foundation) પ્રમુખ આર. પી. પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં નરેશ પટેલે (naresh patel khodaldham) જણાવ્યું હતું કે, અન્ય સમાજની જેમ પાટીદારો પણ ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલા પોતાનો અધિકાર ચોક્કસ માગશે.

બનાસકાંઠામાં યોજાયું પાટીદાર સમાજનું સ્નેહમિલન

ચૂંટણી પહેલા માહોલ ગરમાયો ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ (Gujarat Assembly Elections 2022) અત્યારથી જ માહોલ કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણી પહેલા સરકાર સામે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. ક્યાંક કર્મચારીઓ પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે. તો ક્યાં મહિલાઓ પોતાના વેતન અને કાયમી નોકરી માટે લડત ચલાવી રહ્યા છે. અત્યાર સુધી સરકાર સામે આ બધા પ્રશ્નો તો ઊભા હતા, પરંતુ હવે દરેક સમાજ પણ પોતાના હકને લઈ મેદાનમાં ઊતર્યા છે.

દરેક સમાજ મેદાનમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) અનેક સમાજ અત્યારે પોતાના વિવિધ પ્રશ્નોની માગણીઓને લઈ સરકાર સામે લડત ચલાવી રહ્યા છે, જેને લઈ સ્પષ્ટ કહી શકાય કે, વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક સમાજ પોતાના હક માટે અત્યારે મેદાનમાં ઊતરી ગયા છે. તેવામાં ડીસા ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પણ પટેલ સમાજના આગેવાન નરેશ પટેલે (naresh patel khodaldham) જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ પણ પોતાના હક માટે લડશે.

તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન
તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

ચૂંટણી આવશે ત્યારે બધું નક્કી થશે અહીં આગામી ચૂંટણીને અનુલક્ષીને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) આવશે. ત્યારે બધું નક્કી થશે, પરંતુ જે પાટીદારોનો અધિકાર છે. તે પાટીદારો પોતાનો અધિકાર ચોક્કસ માગશે.

લવજેહાદ મામલે આર પી પટેલે નિવેદન આપ્યું ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહમિલન સમારોહમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના (vishwa umiya foundation) પ્રમુખ આર પી પટેલે પણ લવ જેહાદની ઘટનાઓ (love jihad news) મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લવ જેહાદ જેવી (love jihad news) ઘટનાઓને અટકાવવા માટે હવે સમાજે એકસંપ થવાની સાથે સાથે સંગઠિત પણ થવું પડશે. તેમ જ સંગઠિત થઈ અનિષ્ટોને ખૂલ્લા પાડવા જોઈએ. સાથે સાથે વાલીઓને પણ સજાગ બની રોજ પરિવારના સભ્યો સાથે ઘર સભા કરવી જોઈએ. પોતાના બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, જેથી આવી ઘટનાઓને બનતી અટકાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.