વડગામના ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની બંને બેઠકો પરથી ભાજપ હારશે તેવું નિવેદન આપ્યું છે. જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. તેમણે નિવેદન આપ્યું છે કે," ગુજરાતની રાજ્યસભાની બેઠકો પરથી ભાજપ પોતાના દમ પર જીતી શકશે નહીં. તેને જીતવા માટે ધારાસભ્યો સામે પૈસાના બંડલ નાખવા પડશે.
ભાજપને તો આમ પણ ચૂંટણી જીતવા માટે ધારાસભ્યોને તાગડધિન્ના કરાવવા માટે બહાર લઈ જવા જવાની જરૂર પડે. નહીં તો કોર્પોરેટરો અને ઉદ્યોગકારોને મેદાન ઉતારીને વોટ બેન્ક ભરવી પડે છે.આમ, ભાજપ પૈસાની લે-વેચ કરીને જ પોતાની વોટ બેન્ક ભરતી આવી છે. માટે હું મારો મત ભાજપની જીતમાં નહીં આપું."