ETV Bharat / state

Jay Jaliyaan Foundation અંબાજી મંદિરમાં ભક્તોને બે ટાઇમ નિ:શુલ્ક ભોજન આપશે - Free food

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં Ambaji Temple દેવસ્થાન ટ્રસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલતી અંબિકા ભોજનાલયમાં આજે 14 જૂનથી તમામ યાત્રિકોને નિઃશુલ્ક ભોજન આપવા સદાવ્રત શરૂ કરી રહ્યું છે.

Jay Jaliyaan Foundation
Jay Jaliyaan Foundation
author img

By

Published : Jun 14, 2021, 2:22 PM IST

  • Jay Jaliyaan Foundationના સહયોગથી ભક્તોને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા
  • ભોજનાલયમાં બે ટાઈમ ભક્તોને મ નિ:શુલ્ક ભોજન આપશે
  • સૌ પ્રથમ 11 કુંવારી કન્યાઓને જમાડી સદાવ્રતનો સુભારંભ કરાશે

બનાસકાંઠા : જિલ્લમાં અંબાજી ખાતે આવેલું Ambaji Temple આજે 14 જૂનથી તમામ યાત્રિકોને નિઃશુલ્ક ભોજન આપવા સદાવ્રત શરૂ કરી રહ્યું છે. Jay Jaliyaan Foundationના સહયોગથી માઇ ભક્તોને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરાશે. ભોજનાલયમાં બે ટાઈમ ભક્તોને વિનામૂલ્યે ભરપેટ ભોજન પ્રસાદ જમાડવામાં આવશે. મંદિર ટ્રસ્ટ આ ભોજનાલયમાં દર વર્ષે 18થી 20 લાખ શ્રદ્ધાળુઓને ટોકન દરે ભોજન પ્રસાદ પીરસતું હતું.

ભક્તોને કોઈ પણ જાતના ચાર્જ વિના નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહ્યું

મંદિર ટ્રસ્ટે રૂપિયા બેના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની આ વ્યવસ્થા શરૂ કરી હતી. જે આજની ભારે મોંઘવારીને કપરા કાળમાં પણ માત્ર રૂપિયા 16માં રાહત દરે ભરપેટ ભોજન યાત્રિકોને જમાડ્યું છે. Jay Jaliyaan Foundationના સહયોગથી માઇ ભક્તોને કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : સુરતની સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા

ભોજનાલયમાં બે ટાઈમ સવાર-સાંજ વિનામૂલ્યે ભોજન જમાડાશે

ભોજન બનાવા માટેના ઓટોમેટિક સાધનો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેની તમામ વ્યવસ્થાઓ સજ્જ કરી દેવામાં આવી છે. આ ભોજનાલયમાં બે ટાઈમ સવાર-સાંજ સવારે 10થી 3.30 સુધી અને સાંજે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી ભક્તોને વિનામૂલ્યે ભરપેટ ભોજન પ્રસાદ જમાડવામાં આવશે. આ ભોજનાલયમાં બે વિશાળ હોલમાં યાત્રિકોને જમવાની વ્યવસ્થા કરાઈ છે.

ભોજન વ્યવસ્થામાં 3,500 ભક્તો ભોજનનો લાભ લઈ શકશે

જેમાં 400 યાત્રિકો એક સાથે જમી શકે છે. પરંતુ કોરોના ગાઇડલાઇનને લઈ સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે 50 ટકા લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જોતા એક સમયની ભોજન વ્યવસ્થામાં 3,500 જેટલા ભક્તો ભોજનનો લાભ લઈ શકશે. ભોજનમાં સવારે રોટલી, શાક, દાળ-ભાતને પાપડ તો સાંજે કઢી-ખીચડી, ભાખરી, શાકને ફરસાણ પીરસવામાં આવશે.

આ પણ વાંચો : ધારપુર સિવિલ હોસ્પિટલમાં સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ

અંબાજીમાં જલારામના ભક્ત એવા Jay Jaliyaan Foundation દ્વારા સંચાલન

રવિવાર અને પૂનમે મિસ્ટાનનો પ્રસાદ પણ અપાશે. જેના માટે ખાસ કરીને યાત્રિકોના ઘસારાને પહોંચી વાળવા ભોજન બનાવા માટેના ઓટોમેટિક સાધનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વીરપુરના જલારામ મંદિરે સદાય સદાવ્રત ચાલે છે. આ રીતે હવે યાત્રાધામ અંબાજીમાં પણ જલારામના ભક્ત એવા Jay Jaliyaan Foundation દ્વારા સંચાલન કરાશે. આ ઐતિહાસિક વ્યવસ્થા આજે 14 જૂને સૌ પ્રથમ 11 કુંવારી કન્યાઓને જમાડીને સદાવ્રતનો સુભારંભ કરાશે. જેના માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.