ETV Bharat / state

દાડમની ખેતી માટે પ્રખ્યાત બનાસકાંઠાના ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા અન્ય ખેતી તરફ વળ્યા

સમગ્ર ભારતભરમાં બનાસકાંઠા જિલ્લાનાં લાખણી તાલુકાનાં દાડમોની માંગ રહેતી હતી. પરંતુ કુદરતી આફતો અને ભાવમાં થઈ રહેલા ઘટાડાનાં કારણે હાલમાં લાખણીના દાડમ દિવસે દિવસે સસ્તા થતા જાય છે. જેના કારણે લાખણી તાલુકાનાં ખેડૂતો દાડમનાં પૂરતો ભાવ ન મળતા હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

દાડમની ખેતી માટે પ્રખ્યાત બનાસકાંઠાના ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા અન્ય ખેતી કરવાનો વારો આવ્યો

author img

By

Published : Feb 4, 2021, 1:53 PM IST

  • દેશભરમાં બનાસકાંઠા જિલ્લાનાં લાખણીના દાડમની માંગ
  • કુદરતી આફતોનાં કારણે ખેડૂતોને દાડમનાં પાક નુકસાનમાં
  • કોરોના મહામારીની દાડમનાં પાક પર પડી મોટી અસર

બનાસકાંઠા: જિલ્લામાં લાખણી તાલુકો એ દાડમની ખેતી માટે જાણીતો છે. બનાસકાંઠા રણ વિસ્તારને અડીને આવેલો જિલ્લો હોવા છતા પાણીની અછતવાળા વિસ્તારમાં અહીંના વિકલાંગ એવા ગેનાજી પટેલે દાડમની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો. તેમણે દાડમની ખેતીમાં ખૂબ સરસ કામ કર્યા બાદ આસપાસનાં ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળ્યા હતા અને આજે બનાસકાંઠા જિલ્લામાં 10,000 હેક્ટર જમીનમાં દાડમનાં બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન ઉત્પાદન થતું હતું. વિવિધ કારણોસર છેલ્લા પાંચ વર્ષમાં દાડમની ખેતી બરબાદ થઈ જતા હવે માત્ર 40-50 હજાર ટન દાડમ પાકશે. ગુજરાત સરકારનો કૃષિ વિભાગ બાગાયતી પાકને પૂરતું વળતર ન આપતું હોવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો
ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો
ગેનાજી પટેલને દાડમના ખેતી માટે મળ્યો હતો પદ્મશ્રી એવોર્ડગેનાજી પટેલને દાડમની ખેતી કરવાનો વિચાર 2004માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઇ આવ્યો હતો. તેમણે વતન આવી સરકારી ગોળીયામાં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ મહારાષ્ટ્રમાંથી દાડમનાં રોપા લાવ્યા હતા અને બંજર જમીનમાં ખેતી કરી સફળતા મેળવી હતી. 15 વર્ષ અગાઉ દાડમની ખેતી મોંઘી હોવાથી ખેડૂતો વિચારી શકતા ન હતા કે, દાડમમાંથી મોટી આવક પણ મેળવી શકાય છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામનાં ખેડૂત ગેનાભાઇ પટેલને બંને પગે પોલીયો થયો હતો. 15 વર્ષમાં ગાંધીજીની પ્રેરણાથી ગુજરાત અને રાજસ્થાનમાં ૫૦ હજાર ખેડૂતોએ ૪૦ હજાર હેક્ટરમાં ચાર કરોડ દાડમનાં વૃક્ષો ઉગાડવાની પ્રેરણા તેમણે આપી છે. તેથી તેમને દાડમ દાદા તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. તેમની દાડમની સફળ ખેતી થકી ખેડૂત ગેનાજી પટેલને વર્ષ 2017માં પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જે બાદ એક પછી એક દાડમની ખેતીમાં ગેનાજી પટેલને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠામાં આવેલા દાડમનાં ખેતરો
બનાસકાંઠામાં આવેલા દાડમનાં ખેતરો
દેશમાં વેચાતા દાડમોમાં 11 ટકા હિસ્સો ગુજરાતનો

લાખણી તાલુકાનું ગોળીયા ગામ આજે દાડમનાં ગામ તરીકે રાજ્યભરમાં જાણીતું છે. વેરાન વિસ્તારમાં આવેલા આ ગામમાં પાણીની મોટી તકલીફ છે. ગામમાં ૧૫૦૦ વીઘા જમીન અને 150 ખેડૂતો છે. તમામ ખેડૂતો હાલ દાડમની ખેતી કરી રહ્યા છે અને હેક્ટર દીઠ 20થી 22 ટન દાડમ પેદા કરે છે. રાજ્યમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો બીજા નંબર પર આવે છે. 10,000 હેક્ટરમાં આવેલા દાડમનાં બગીચાઓમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન દાડમનું ઉત્પાદન થાય છે. લાખણી તાલુકામાં 5 હજાર હેકટરમાં દાડમ ઉગાડવામાં આવ્યા છે. ગુજરાતમાં 24 હજાર હેક્ટરમાં દાડમનાં બગીચામાં 3.50થી 3.45 લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. દેશની સરખામણીએ 11 ટકા હિસ્સો ગુજરાતનો છે. કચ્છમાં 8023 હેક્ટરમાં દાડમનું વાવેતર છે. જે રાજ્યમાં સૌથી વધુ છે.

વારંવાર થતા નુકસાનને કારણે અન્ય ખેતી તરફ વળવાનો વારો આવ્યો

2010માં એક કિલો દાડમનો સરેરાશ ભાવ રૂ.161 હતો. ગેનાજી પટેલને કારણે લાખણી વિસ્તારમાં દાડમના પાકનું ઉત્પાદન પણ વધ્યું છે અને ૧ કિલોના સરેરાશ ભાવ 66 થયા છે. અંતરિયાળ વિસ્તારનાં ખેડૂતોની આવક ડબલ થઇ ગઇ હતી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે. જે દાડમનાં નામથી આ વિસ્તાર જાણીતો થયો હતો, તે દાડમ હવે આ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત દાડમના ભાવ ન મળતા અને કુદરતી આપત્તિઓથી નુકસાન થતા કંટાળેલા ખેડૂતો હવે પોતાના ખેતરમાંથી દાડમનાં છોડ નીકાળી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં દાડમના છોડ પર ટ્રેક્ટર ફેરવી દીધા છે તો કેટલાક ખેડૂતોએ કુહાડી અને ધારિયા વડે દાડમના છોડને નીકાળવાની શરૂઆત કરી દીધી છે. વારંવાર થતા નુકસાનને કારણે લાખણીનાં ખેડૂતો દાડમને છોડીને અન્ય ખેતી તરફ વળવાનો વિચાર કરી રહ્યા છે.

દાડમની ખેતી માટે પ્રખ્યાત બનાસકાંઠાના ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા અન્ય ખેતી કરવાનો વારો આવ્યો
જે દાડમે ખેડૂતોને પૈસાદાર બનાવ્યા, તે જ દાડમ હાલ રાતા પાણીએ રડાવી રહ્યા છે

કોરોના મહામારીની અસર તમામ ઉદ્યોગો પર જોવા મળી હતી. જેમા પણ ખાસ કરીને ખેડૂતો પર તેની વિપરીત અસર જોવા મળી હતી. લોકડાઉનનાં કારણે ટ્રાન્સપોર્ટ બંધ થઈ જતા લાખણીથી દાડમ બહાર જવાનાં બંધ થઈ ગયા હતા. જેના કારણે ખેતરમાં જ દાડમના પાક બગડવાની શરૂઆત થઈ ગઈ હતી. જેના કારણે ખેડૂતોને દાડમના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ રાજ્ય બહારથી આવેલા શ્રમિકો પોતાના વતન જતા રહેતા ખેડૂતોને દાડમના પાકની લણણીમાં મોટી મુશ્કેલી વેઠવી પડી હતી. અગાઉ રોજેરોજ બજારોમાં મોટી સંખ્યામાં જે દાડમ જોવા મળતા હતા, હવે તે માત્ર નજીવી સંખ્યામાં જ જોવા મળી રહ્યા છે. રાજસ્થાનમાં દાડમનાં સારા ભાવ મળતા હોવાથી લાખણીનાં ખેડૂતો તમામ દાડમ રાજસ્થાનમાં વેચવા માટે મજબૂર બન્યા છે. આમ જે દાડમે લાખણીના ખેડૂતોને પૈસાદાર બનાવ્યા હતા, તે જ દાડમ હાલ રાતા પાણીએ રડાવી રહ્યા છે.

દાડમના પાકમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયો

બનાસકાંઠા જિલ્લામાં 2004થી દાડમના વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી અને જોત જોતામાં બનાસકાંઠા જિલ્લાનાં લાખણી અને થરાદમાં આજે 10 હજાર હેક્ટરમાં દાડમનાં બગીચાઓ આવેલા છે. ગુજરાત સરકાર દ્વારા દાડમની ખેતી કરતા ખેડૂતોને રોપા લાવવા માટે ૩૦ હજારની સહાય આપવામાં આવે છે. સાથો સાથ ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતો પોતાની માલિકીની જમીનમાં 0થી 20 હેક્ટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે, તો તેઓને વધુમાં વધુ 4 હેક્ટર સુધીનાં વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળ પાકના વાવેતર અંગે પ્રતિ હેક્ટરે અંદાજિત ૩૦ હજારના ખેતી ખર્ચને ધ્યાનમાં લઇને ૭૫ ટકા મુજબ પ્રતિ હેક્ટરે 2250ની મર્યાદામાં ત્રણ હપ્તા પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે 90% સહાય આપવામાં આવે છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લાખણી અને થરાદ તાલુકામાં દાડમના પાકનું વાવેતર કરતાં ખેડૂતો જણાવી રહ્યા છે કે, વારંવાર કુદરતી આફતોનાં કારણે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. પરંતુ આજદિન સુધી ખેડૂતોને સરકાર દ્વારા કોઇ જ સહાય આપવામાં આવી નથી જેના કારણે હાલ દિવસેને દિવસે દાડમના પાક ઘટી રહ્યા છે. હાલમાં ખેડૂતોને છેલ્લા દસ વર્ષથી 5થી 25 રૂપિયા સુધીનો ભાવ દાડમના પાકમાં મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે દાડમનાં નિકાસ માટેના કોઈ યોગ્ય પ્લાન બનાવવામાં આવે તો જ આવનારા સમયમાં લાખણીનું દાડમ બચી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.