ETV Bharat / state

International Women's Day: બનાસ ડેરી દ્વારા પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરનાર મહિલાઓનું સન્માન કરાયું - બનાસ ડેરી, પાલનપુર આર્કિટેક્ચર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે(International Women's Day) બનાસ મેડિકલ કોલેજમાં રાજ્યનું સૌથી મોટું પશુપાલક મહિલા સંમેલનનું યોજાયું હતું. બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે સારું ઉત્પાદન મેળવનાર મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 15 હજારથી વધુ પશુપાલક મહિલાઓ હાજર રહી હતી.

International Women's Day: બનાસ ડેરી દ્વારા પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરનાર મહિલાઓનું સન્માન કરાયું

author img

By

Published : Mar 9, 2022, 9:03 PM IST

બનાસકાંઠા: જિલ્લો આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ જિલ્લામાં મોટાભાગે ખેડૂત હોવાના કારણે બનાસકાંઠા જિલ્લો એ મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. ખાસ કરીને બનાસકાંઠામાં આજે ખેતીક્ષેત્રે ખેડૂતો વિવિધ ટેકનોલોજી થકી અન્ય દેશોની સરખામણીએ ખેતપેદાશો ઉત્પન્ન કરી દેશ અને દુનિયામાં નામ કરી રહ્યા છે. તેની સાથોસાથ હવે બનાસકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે(Animal Husbandry in Banaskantha)પણ આગળ વધી રહ્યા છે.

મહિલાઓનું સન્માન કરાયું

મહિલાઓ પશુપાલન ક્ષેત્રે આગળ

એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના(International Women's Day)બનાસકાંઠામાં શરૂ થઈ તેને લઈને આજે બનાસકાંઠાના મોટાભાગના ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે. આજે પશુપાલનના (Asia's largest milk dairy)વ્યવસાય સાથે લાખો કરોડોની કમાણી કરી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠામાં મોટાભાગની મહિલાઓ પશુપાલન ક્ષેત્રે સૌથી વધુ અગ્રેસર રહી છે. આજે પશુપાલન માંથી લાખો(Pastoralist Women's Convention) કરોડોની કમાણી કરી દેશમાં નામના મેળવી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠામાં (Banas Dairy in Gujarat)આજે ખેડૂતોની સરખામણીએ મહિલાઓ પશુપાલન ક્ષેત્રે આગળ વધી રહી છે.

મહિલા સંમેલન યોજાયું

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ (Banas Medical College)મોરીયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પશુપાલક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત મહિલાઓની પશુપાલન ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે વિવિધ નાટકોનું આયોજન બનાસ ડેરીના(Banas Dairy)કર્મચારી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના( Bharatiya Janata Party)અધ્યક્ષ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ માધ્યમથી હજારો બહેનોને સંબોધન કર્યું હતું. તેમણે બનાસકાંઠાની મહિલા પશુપાલકોને સહકાર ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. આજે દૂધના વ્યવસાયને બહેનોએ વેગ આપ્યો છે. આ સાથે તેમણે બનાસ ડેરીના સુકાની શંકર ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને પારદર્શક વહીવટના પણ વખાણ કર્યા હતા.

આ પણ વાંંચોઃ બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર

બનાસકાંઠા જિલ્લો દૂધના વ્યવસાય થકી આત્મનિર્ભર બન્યો

આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પોતાના(Banas Dairy, Palanpur architecture) સંબોધનમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા દૂધના વ્યવસાય થકી આત્મનિર્ભર બન્યો છે. તથા બનાસ ડેરી વિવિધ પ્રકારના વ્યવસાયો થકી લાખો પરિવારોને રોજગારી આપી છે. તેમણે જિલ્લાની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જાહેરાત કરી હતી કે આવનાર સમયમાં જળસંચય, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહિલા દિવસ નિમિતે મોટી સંખ્યામાં મહિલા પશું પાલકો હાજર રહી હતી. મહિલા પશુ પાલકોએ દૂધના વ્યવસાય થકી મહિલા શસ્કતિકરણની વાત કરી હતી. આજે બનાસકાંઠામાં દૂધ થકી મહિલાઓ પગભર બની છે. પોતાના ઘરનું ભરણ પોષણ કરી રહી છે. દાતરડાના હાથા પર આજે મહિલાઓ સ્વમાન ભર જીવન જીવી રહી છે. મહિલાઓનું સન્માન કર્યું એ બદલ અમે બનાસ ડેરી ચેરમેનનો આભાર માનીએ છીએ.

મહિલાઓનું સન્માન કરાયું

બનાસ ડેરી દ્વારા યોજાયેલ આ સન્માન સમારોહમાં બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે સારું ઉત્પાદન મેળવનાર મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાની પશુપાલક મહિલાઓની પ્રેરણાથી અન્ય લોકો પણ આ વ્યવસાય સાથે જોડાય તેવી પણ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા અપીલ કરાઇ હતી. આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરી , ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ, પ્રભારી નંદાજી ઠાકોર , પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંંચોઃ બનાસડેરી અને વન વિભાગ દ્વારા જેસોર અભયારણ્યમાં 6 લાખ બીજવારાનું પ્લાન્ટેશન કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.