ETV Bharat / state

કાંકરેજ તાલુકાના થરામાંથી અખાદ્ય ગોળ ઝડપાયો

બનાસકાંઠાના થરામાંથી આજે બુધવારે શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો. થરાદ પોલીસે પાંચ હજાર કિલોથી પણ વધુ માત્રામાં શંકાસ્પદ ગોળનો જથ્થો જપ્ત કરી ફુડ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાંકરેજ તાલુકાના થરામાંથી અખાદ્ય ગોળ ઝડપાયો
કાંકરેજ તાલુકાના થરામાંથી અખાદ્ય ગોળ ઝડપાયો
author img

By

Published : Jul 29, 2020, 7:05 PM IST

બનાસકાંઠાઃ હાલમાં એક તરફ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ લોકો માંડ-માંડ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં અમુક વેપારીઓ ન જેવા પૈસા કમાવવાની લ્હાયમાં ગેરકાયદેસર વસ્તુનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

કાંકરેજ તાલુકાના થરામાંથી અખાદ્ય ગોળ ઝડપાયો
કાંકરેજ તાલુકાના થરામાંથી અખાદ્ય ગોળ ઝડપાયો

જિલ્લામાં હાલ કોરોના વાઈરસની મહામારીમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સમયનો લાભ ઉઠાવી વેપારીઓ કાળા બજાર કરી લોકોને છેતરી રહ્યા છે. કાંકરેજના થરામાંથી મોટી માત્રામાં શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

થરાની મુખ્ય બજારમાં આવેલા દિનેશ ઠક્કર નામના વેપારીને ત્યાં અખાદ્ય ગોળનો મોટો જથ્થો હોવાની માહિતી મળતાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ દુકાનમાં તપાસ કરતાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતુું. જેના પગલે અંદાજે 5 હજાર કિલોના 545 ગોળના રવા પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી. આમ, આ ઘટના અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જાણ કરાઈ હતી અને થરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.