- થરાદના જાદલા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
- ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂપિયા 11,76,000નો જથ્થો ઝડપાયો
- પોલીસે 21.98 લાખના મુદામાલ સાથે 2 આરોપીની કરી ધરપકડ
- રાજસ્થાનથી ગુજરાતમાં પાવડરના કટ્ટાઆની આડમાં લવાતો દારૂ ઝડપાયો
બનાસકાંઠાઃ થરાદ પોલીસે ઈંગ્લિશ દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી હતી. આ બાતમીના આધારે થરાદ પોલીસે વોચ ગોઠવી RJ.19.GA.4558 નંબરના ટ્રકની તપાસ કરી હતી. જેમાંથી પી.ઓ.પી પાવડરના કટ્ટાની આડમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂ અને ટ્રક સહિત 21.98 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી સાથે રૂપિયા 11,76 000નો દારૂ, રૂપિયા 10,00,000ના ટ્રક, 20,000 મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 21,98,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીની ઓળખ
પોલીસે આરોપી રીછપાલ બાબુલાલ દેવારામ અને મઘારામ કેશારામ ઇસરારામ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.