બનાસકાંઠા : આજરોજ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીકથી પસાર (India Pakistan border Banaskantha)થતી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી પાકિસ્તાની નાગરિક BSFના જવાનોએ ઝડપી પાડ્યો હતો. જેમાં તેને પાકિસ્તાનના પુનવા ગામનો મગન બોરો હોવાનું BSFની પૂછતાછમાં બહાર આવ્યું હતું.(Pakistani person arrested in nadabet border)
આ પણ વાંચો પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ
પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી આંતરરાષ્ટ્રીય બોર્ડર ભારત પાકિસ્તાન પર હંમેશા જવાનો દેશ સુરક્ષિત રહે તે માટે તેનાત રહેતા હોય છે, પરંતુ કેટલીક વાર પાકિસ્તાનમાંથી નાગરિકો ભારતમાં પ્રવેશ કરવા માટે બનાસકાંઠા જિલ્લાની બોર્ડરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હંમેશા BSFના જવાનો આવા લોકોને ઝડપી પાડે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ નજીકથી પસાર થતી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી સિક્યોરિટી ફોર્સ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. (Banaskantha Pakistani person arrested)
આ પણ વાંચો બિહારના અરાહમાં પાકિસ્તાન જીંદાબાદના નારા, 5 લોકોની ધરપકડ
સૂઇગામ પોલીસના હવાલે કર્યો બોર્ડર સિક્યોરિટી ફોર્સ સરહદ પર ગસ્ત લગાવી રહી હતી. તે દરમિયાન સરહદ પર શંકાસ્પદ હિલચાલ કરતાં આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. BSFના જવાનો દ્વારા તેની પડતાલ કરવામાં આવતા આ શખ્સ પાકિસ્તાનના નગરપારકર તાલુકાના પુનવા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ હાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આ શખ્સને સૂઇગામ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. (Nadabet BSF Security Force)