- 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવાનું શરૂ
- આંતરિયાળ એવા દાંતામાં પણ વેક્સિનેશન શરૂ
- અંબાજીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન
બનાસકાંઠા: હાલમાં દેશભરમાં કોરોના વેક્સિનેશન ડ્રાઈવ ( Corona Vaccination Drive in India ) ચાલી રહી છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં પણ વેક્સિનેશનના 3 તબક્કા પૂર્ણ થયા છે. જ્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા વેક્સિનેશનના 4થા તબક્કામાં 18થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મંગળવારથી શરૂ થનારી વેક્સિનેશન ડ્રાઈવ ( Vaccination Drive )માં સર્વપ્રથમ 200 ડૉઝ અંબાજીને અને ત્યારબાદ 200 ડૉઝ દાંતાને આપવામાં આવશે.
રજિસ્ટ્રેશનમાં અગવડ ન પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે
બનાસકાંઠાનો આંતરિયાળ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોવાથી લોકોને વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન ( Registration for Vaccination ) માં તકલીફ પડે તેમ છે. જેને પહોંચી વળવા માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ જે પણ લોકોને રજિસ્ટ્રેશનમાં તકલીફ પડેશે, તેમને મદદ કરશે.