ETV Bharat / state

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસે 44 બેઠક પર 238 ઉમેદવારો

author img

By

Published : Jan 30, 2021, 3:13 PM IST

પાલનપુર, ડીસા તેમજ ભાભર નગરપાલિકાઓની ચૂંટણી માટે બન્ને પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 11 વોર્ડની 44 બેઠકો માટે સેન્સ લેતાં માત્ર 2 દિવસમાં 238 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે

BJP sense
BJP sense
  • પાલનપુરની ખાનગી હોટેલમાં લેવાયાં ઉમેદવારોના સેન્સ
  • પાલનપુર પાલિકાની 44 બેઠકો માટે 238 લોકોએ ટિકિટ મેળવવા કરી દાવેદારી
  • વોર્ડ 8માં 32 સહુથી વધુ દાવેદારો

બનાસકાંઠા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લામાં પાલનપુર, ડીસા તેમજ ભાભર નગરપાલિકાઓની ચૂંટણી માટે બન્ને પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 11 વોર્ડની 44 બેઠકો માટે સેન્સ લેતાં માત્ર 2 દિવસમાં 238 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

વોર્ડ નંબર 4 અને 5માં સહુથી ઓછાં માત્ર 4-4 દાવેદારો

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં પાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે બે દિવસમાં કુલ 238 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. શહેરની હાઇવે સ્થિત ખાનગી હોટેલમાં ભાજપના ટિકિટ વાંછુકો પાસેથી મતવિસ્તારોમાં જીત હારના સમીકરણો સમજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે વોર્ડ નંબર 1થી 5માં કુલ 93 લોકોએ ટિકિટનો દાવો કર્યો હતો. તેમજ બીજા દિવસે વોર્ડ નંબર 6થી 11માં કુલ 145 લોકોએ ટિકિટ માટે રજૂઆત કરી હતી.

અન્ય આગેવાનો પક્ષના ઉમેદવારને જીતાડવા કરશે મહેનત

બે દિવસમાં ભાજપના અગ્રણીઓએ કુલ 238 દાવેદારોને સાંભળ્યાં હતા. આ પ્રસંગે ભાજપના શહેર મહાપ્રધાન દિલીપ વાઘેલાએ મીડિયા સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે, 238 માંથી 44 વ્યક્તિઓને ટિકિટ અપાશે જયારે બાકીના આગેવાનો પક્ષના ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.