ETV Bharat / state

ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમી યુગલે ગળે ટુંપો ખાઈ કરી આત્મહત્યા

ડીસા તાલુકાના માણેકપુરા ગામે બે પ્રેમી યુગલે પોતાના ગામમાં જ લીમડાના ઝાડ પર દોરી બાંધી અને ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે બન્ને યુવક-યુવતીની લાશનો કબજો મેળવી ડીસા ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

cc
ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમી યુગલે ગળે ટુંપો ખાઈ કરી આત્મહત્યા
author img

By

Published : May 29, 2021, 11:23 AM IST

  • બનાસકાંઠામા ગુનાહિત પ્રવૃતિમાં વધારો
  • એક પ્રેમી યુગલે ગળે ફાંસો બાંધી કરી આત્મહત્યા
  • પરિવારજનોમાં શોકનો માહોલ

બનાસકાંઠા: જિલ્લામાં હત્યા આત્મહત્યા ચોરી લૂંટ જેવી અનેક ઘટનાઓ વારંવાર સામે આવી હતી સતત વધતી જતી ગુનાહિત ઘટનાઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અનેક ગુનાહિત ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સરહદી વિસ્તારમાં ૫થી પણ વધુ હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે.

પ્રેમી યુગલે કરી આત્મહત્યા

ડીસા તાલુકાના માણેકપુરા ગામે રહેતા વકતુંજી ઠાકોર અને તેની પ્રેમિકા અસ્મિતા છેલ્લા ઘણા સમયથી બંને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં જોડાયા હતા પરંતુ પરિવારના લોકોને તેમનો પ્રેમ મંજુર ન હોવાના કારણે શુક્રવારે માણેકપુરા ગામમાં ઝાડ પર દોરી બાંધી બંને લોકોએ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી. રાત્રિના સમયે ઘરેથી બંને લોકો ગુમ થયા હતા જે બાબતની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા મોડે સુધી આ બંને લોકોને શોધખોળ કરવામાં આવી હતી પરંતુ જ્યારે બંને લોકોએ ઝાડ દોરડા વડે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી છે તેવી જાણ થતાની સાથે જ પરિવારમાં શોક છવાયો હતો.

ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમી યુગલે ગળે ટુંપો ખાઈ કરી આત્મહત્યા

આ પણ વાંચો : પરિણીતાએ સેનેટાઈઝરનો કર્યો દર્દનાક ઉપયોગ, સાસરીયાંના ત્રાસથી સળગીને જીવન ટૂંકાવ્યું

પોલીસ ઘટના સ્થળે

બાબતની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ અંગેની જાણ લોકોએ તાત્કાલિક યુવક અને યુવતીના પરિવારજનોને કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી જે બાદ ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવક-યુવતીની લાશનો કબ્જો મેળવ્યો હતો અને આ બંનેની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી અને પોલીસે આ યુવક યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરે છે એ દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.