ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનને લઈ ડ્રાય રન યોજાઈ

author img

By

Published : Jan 8, 2021, 10:10 PM IST

બનાસકાંઠા જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એક્સનમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે આજે જિલ્લાના 14 તાલુકામાં ડ્રાય રન શરૂ કરવા પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનને લઈ ડ્રાય રન યોજાઈ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનને લઈ ડ્રાય રન યોજાઈ
  • કોરોનામાં અનેક લોકો સપડાયા
  • કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઇ
  • બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં યોજાઇ ડ્રાય રન
  • બનાસકાંઠા જિલ્લાના 1300 કેન્દ્ર પરથી વેક્સિન અપાશે
  • કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એક્શનમાં

બનાસકાંઠાઃ જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં આજે જિલ્લાના 14 તાલુકામાં ડ્રાય રન શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સ્થિતિ

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઇરસની મહામારીના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું, ત્યારે દેશના વડાપ્રધાને કોરોના વાઇરસની લડત માટે સમગ્ર ભારતને લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ 90 દિવસની લડાઈ બાદ ભારત દેશને મુક્ત કરવામાં આવ્યો હતો. લોકડાઉન ખોલતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળ્યો હતો. જોતજોતામાં બનાસકાંઠા જિલ્લામાં 3 હજારથી પણ વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને આ કોરોના વાઇરસની લડાઈમાં સ્થાનિક લોકો અને સરકારી કર્મચારીઓના પણ મોત નિપજ્યા હતા તથા આરોગ્ય વિભાગની મહેનત બાદ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના ટેસ્ટિંગ કરતા માત્ર ચારથી 5 જેટલા કેસ સામે આવી રહ્યા છે.

કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. કોરોનાથી છૂટકારો મેળવવા ભારત સહિત વિશ્વભરના દેશો રસીકરણની દિશામાં આગળ વધી રહ્યા છે અને બનાસકાંઠા સહિત દેશમાં પણ કોરોના વેક્સિનના ટ્રાયલ રનનો જોરશોરથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે બનાસકાંઠામાં પણ 5 લાખ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્રે પૂર્વ તૈયારીઓ કરી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, સરકારની સુચના મુજબ આરોગ્ય તંત્રની ટીમે બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડ ઘરે-ઘરે ફરી કોરોના રસીના પ્રથમ ડોઝ માટે 5 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમજ અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકોની પ્રાથમિક યાદી તૈયાર કરી દીધી છે. આ સર્વેમાં બનાસકાંઠા જિલ્લામાં પચાસ વર્ષથી મોટી ઉંમરના 4.98 લાખ લોકો સાથે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા 50 વર્ષથી નીચેના 7441 લોકોને અલગ કરવામાં આવ્યા છે એટલે કે, સર્વેમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝ માટે જિલ્લામાં કુલ 5.6 લાખ લોકોના નામ નથી લેવાય છે. આ લોકોને કોરોનાની રસી આપવામાં પ્રાથમિકતા અપાશે.

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં યોજાઇ ડ્રાય રન

રસીના જથ્થા સાથે સરકારની લીલીઝંડી મળે એથી જ જિલ્લા આરોગ્યતંત્ર રસીકરણની કામગીરી હાથ ધરવા સંપૂર્ણ પણે સજ્જ હોવાનો દાવો કર્યો છે. તે અંગે તાલીમ આપવામાં આવી હતી. આજે આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં ડ્રાય રન ચાલુ કરી આંગણવાડીની 25 બહેનોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લાના 1300 કેન્દ્ર પરથી વેક્સિન અપાશે

બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના 1300 કેન્દ્ર પરથી લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. જ્યારે 900 જેટલા વેકસીનેટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. વેક્સિન રાખવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારમાંથી બનાસકાંઠા જિલ્લામાં 6 ફ્રીજની વ્યવસ્થા અને એક ડીપ ફ્રિજ તેમજ કેન્દ્ર પર લઈ જવા માટે બે ગાડીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.