- વાવના ચોથાનેસડામાં મહિલા પર અત્યાચારનો કિસ્સો આવ્યો સામે
- ભાભરના ચેમ્બુવાની પરિણિતાને શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ
- પરણિતા દ્વારા પતિ સહિત 4 લોકો વિરૂદ્ધ માવસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
બનાસકાંઠા: સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત, સમાજમાં સ્ત્રી-પુરુષને એક સમાન જોવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ આજે મહિલા ઉત્પીડનના ક્સ્સાઓ સામે આવતા હોય છે. તેવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વાવ તાલુકાના ચોથાનેસડા ગામમાં બની છે. જેમાં, મહિલાને સંતાનમાં પુત્ર ન થાય તો સામાજિક અને પારિવારિક રીતે ખૂબ જ યાતનાઓ ભોગવવી પડી રહી છે.
આ પણ વાંચો: સરકારી રેશનકાર્ડ ધારકોના હકનું અનાજ બારોબાર વેચવાનું કરોડોનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું
ભાભરના ચેમ્બુવાની પરિણિતાને શારીરીક અને માનસિક ત્રાસ
વાવ તાલુકાના ચોથાનેસડા ગામમાં રહેતી હરખુબેન રબારીના લગ્ન 10 વર્ષ અગાઉ સામાજિક રીતરિવાજ મુજબ ભાભરના ચેમ્બુવા ગામે રહેતા જગતા રબારી સાથે થયા હતા. શરૂઆતમાં દાંપત્યજીવન દરમિયાન હરખુબેનને સંતાનમાં 2 બાળકીનો જન્મ થયો હતો. આ બન્ને બાળકીઓનો જન્મ સિઝેરિયન કરીને થયો હતો.
પુત્રની મોહમાં સાસરીયા દ્વારા ત્રાસ આપતા નોંધાઈ ફરિયાદ
પુત્ર મોહ ધરાવતા જગતા રબારી અને તેમના પરિવારજનોએ ત્રીજા સંતાન માટે પ્રયાસો શરુ કર્યા, પરંતુ ત્રીજું સંતાન પણ પુત્રી થતા જગતાભાઈ અને તેના પરિવારજનોએ હરખુબેનને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પરણિતાને તેમજ છેલ્લા કેટલાક સમયથી આ મહિલાને સંતાનમાં પુત્ર થશે નહીં એમ કહી ઢોર માર મારતા હતા. એટલું જ નહીં પણ હરખુબેનના પતિ, જેઠ જેઠાણી સહિત તમામ લોકોએ ભેગા મળી હરખુબેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી તેમણે પહેરેલા સોનાના દાગીના ઉતરાવી લીધા હતા.
દાગીનામાંથી બીજી પત્ની લાવી પુત્ર મેળવીશ: પતિ
આ બાબતે તેમના પતિએ પરણિતાને જણાવ્યું હતું કે, આ દાગીનામાંથી બીજી પત્ની લાવી પુત્ર મેળવશે. આ બાદ, પરણિતાને બળજબરી પૂર્વક જીપમાં બેસાડી તેના પિયર ચોથનેસડા ગામની સીમમાં મૂકીને ચાલ્યા ગયા હતા. આમ અસહ્ય પીડા ભોગવ્યા બાદ પિતાના ઘરે પહોંચી હરખુબેને ત્રાસ આપનાર પતિ જગતા રબારી, જેઠ ઠાકરશી રબારી અને ગોવિંદ રબારી તેમજ સાસુ કુંવારી રબારી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પરણિતાએ માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ઘટના અંગે માવસરી પોલીસ સ્ટેશનના અધિકારીનો સંપર્ક સાધતા કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હતો.