ETV Bharat / state

કોરોના વાઈરસની લડાઈમાં હોમગાર્ડ જમનાબેન પરમાર આપી રહ્યા છે સેવા... - latest news of bnaskatha

સરકારના વ્યાપક પ્રયાસોને પરિણામે કોરોના વાઈરસના સંક્રમણ પર અંકુશ રાખી શકાયો છે. તેમજ પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓ સારા પ્રમાણમાં સ્વસ્થ-સાજા થઇને હોસ્પિટલમાંથી રજા મેળવી ઘરે પરત ફરી રહ્યા છે.

કોરોના વાઈરસ
કોરોના વાઈરસ
author img

By

Published : May 13, 2020, 10:08 AM IST

બનાસકાંઠાઃ કોરોના વાઈરસની મહામારીમાં દુનિયાભરના દેશો સપડાયા છે. કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા અને પોઝિટિવ રિપોર્ટ ધરાવા દર્દીઓની સારવાર માટે સરકાર ધ્વારા સમગ્ર દેશમાં દિન-રાત પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારના વ્યાપક પ્રયાસોને પરિણામે કોરોના વાઈરસના સંક્રમણ પર અંકુશ રાખી શકાયો છે તેમજ પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓ સારા પ્રમાણમાં સ્વસ્થ-સાજા થઇને હોસ્પિટલમાંથી રજા મેળવી ઘરે પરત ફરી રહ્યા છે.

સમગ્ર દેશ અત્યારે કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશસેવા અને સમાજસેવાના દ્રઢ નિર્ધાર સાથે ઘણા લોકો કોરોના વોરિયર બની યોગદાન આપી રહ્યા છે. સંકટના આ સમયમાં એકબીજાને મદદરૂપ થવા ઘણા લોકો વિવિધ સ્વરૂપે પ્રેરણાદાયી સેવાઓ આપી રહ્યા છે. મીડિયામાં આવા સંખ્યાબંધ ઉદાહરણો આપણે જોઇએ છીએ. જેઓ અત્યારે પોતાના ઘર, પરિવાર અને મુશ્કેલીઓ ભુલીને સમાજ સેવામાં જોડાયા છે.

પાલનપુર ખાતે મહિલા હોમગાર્ડ જવાન તરીકે સેવા આપતા શ્રીમતી જમનાબેન રમેશભાઇ પરમારના યોગદાનની. જમનાબેનને અંડાશયના કેન્સરની ગંભીર બિમારી હોવા છતા તેઓ સમાજસેવા માટે અત્યારે હોમગાર્ડ જવાન તરીકે ડ્યૂટી બજાવે છે. દોઢ વર્ષ પહેલાં સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદમાં તેમણે ત્રણ ઓપરેશન કરાવ્યા હતા. તેમજ અત્યારે પણ સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદની દવા ચાલે છે.

એક મુલાકાતમાં શ્રીમતી જમનાબેન પરમારે કહ્યું કે, સેવા કરવા માટે તો હું હોમગાર્ડમાં ભરતી થઇ છું અને આવા કપરા સમયમાં સેવા ન આપુ તો કેમ ચાલે.....? કોરોના સંદર્ભે લોકડાઉન થયું ત્યારથી તેઓ પાલનપુર શહેરમાં વિવિધ સ્થળો પર ડ્યૂટી બજાવે છે. અત્યારે તેઓ પાલનપુરના ગઠામણ ગેટ પોઇન્ટ પર સેવા આપે છે. શ્રીમતી જમનાબેન વર્ષ-1998થી એટલે છેલ્લા ૨૨ વર્ષથી હોમગાર્ડમાં સેવા આપે છે. કેન્સરની ગંભીર બિમારી હોવા છતા જેમણે બિમારીની પરવા કર્યા વગર કોરોના સામેના જંગમાં વોરિયર બનીને ઝૂકાવ્યું છે એ જમનાબેનના યોગદાનની લોકો પ્રશંસા કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.