બનાસકાંઠા: ઉત્તર ગુુુજરાતમાંં માર્ગ અકસ્માતના બનાવોમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં એક જ અઠવાડિયામાં અત્યાર સુધી નાના મોટા અનેક અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતોમાં અનેક માસુમ જિંદગીઓ હોમાઇ છે, ત્યારે જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના આરટીઓ સર્કલ પાસેથી પસાર થતાં હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અનેક રાહદારીઓ તેમની ગાડીઓની અડફેટે આવી જતાં મોતને ભેટ્યા છે.
થોડા દિવસ અગાઉ જ ડીસાના આખોલ ચાર રસ્તા પાસે અજાણ્યા વાહને એક મહિલાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું, આજેે ડીસા-રાધનપુર હાઇવે પર વધુ એક ઘટના સામે આવી છે. અકસ્માતની મળતી વિગતો અનુસાર ડીસા-રાધનપુર હાઇવે પર આવેલા ટાટા મોટર્સસના શો-રુમ આગળ મહેસણાથી આવેલો એક કર્મચારી પોતાની ગાડી ટાટા શોરૂમમાં મૂકી હાઈવે પર ઊભો હતો. જે સમયે ટાટા મોટર્સ આગળથી પસાર થઇ રહેલા અજાણ્યા વાહને તેને અડફેટે લેેેતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.
અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ તાત્કાલિક ધોરણે લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. હાલ ડીસા તાલુકા પોલીસે મૃૃતદેેેહનેે શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.