- બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં તમાકુનું વાવેતર
- ડીસા માર્કેટ યાર્ડમાં પ્રથમવાર તમાકુના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા
- ખેડૂતોને ઘરઆંગણે જ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે
- ડીસા માર્કેટ યાર્ડમાં ગત વર્ષે 6 લાખ તમાકુની આવક
- બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં તમાકુનું વાવેતર
બનાસકાંઠા : જિલ્લાના આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. સાથોસાથ દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના લોકોને પીવા માટે અને ખેડૂતોને ખેતી કરવા માટે પાણીની મોટી સમસ્યા સર્જાતી હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલનું પાણી ખેડૂતોને મળતા હાલમાં મોટાભાગના ખેડૂતો પોતાના પાક થકી સારી એવી કમાણી કરી રહ્યા છે, ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અન્ય પાકોની સાથે ખેડૂતોએ તમાકુનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં તમાકુના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સૌથી વધુ તમાકુનું વાવેતર થાય છે. તમાકુના પાકને પાણીની ઓછી જરૂરિયાત હોવાના કારણે સરહદી વિસ્તારોમાં તમાકુના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે.
આ પણ વાંચો - રાજ્યમાં તમાકુ, નિકોટીન પર પ્રતિબંધની વાતમાં કેટલું તથ્ય? જાણો અમારો વિશેષ અહેવાલ
ડીસા માર્કેટ યાર્ડમાં પ્રથમવાર તમાકુના રેકોર્ડબ્રેક ભાવ બોલાયા
વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે તમાકુની એક હજારથી વધુ બોરીની આવક નોંધાઇ હતી અને જેનો પ્રતિમણ તમાકુનો ભાવ 1,551થી 2,601 રૂપિયા નોંધાયો હતો. ડીસા પંથકના ખેડૂતો બટાકાની સાથે સાથે રાયડો, રાજગરો, એરંડા, તમાકુ સહિતના રવી પાકોનું પણ વાવેતર કરવામાં આવે છે. તેમજ ખેડૂતોને તેમના પાકનો સાચો તોલ અને રોકડા નાણા મળે તે માટે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ તેમજ સંચાલક મંડળ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, તેમજ ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃત જોશીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા જાહેર હરાજી કરીને ખેડૂતોના માલનો પોષણક્ષમ ભાવ મળે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. ડીસામાં તમાકુની જાહેરાત થયાના પ્રારંભ થતાની સાથે જ બે દિવસમાં ખેડૂતો મોટા પ્રમાણમાં તમાકુ લઇને માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. ગત બે દિવસથી શરૂ થયેલી જાહેર હરાજીના તમાકુના ભાવ 1,551થી 2,601 રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલમાં ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને તમાકુના રેકોર્ડ બ્રેક 2,601 રૂપિયાના ભાવ મળી રહ્યો છે.
આ પણ વાંચો - ડીસામાં બટાટાનું વાવેતર પૂર્ણ થતાંની સાથે જ ખેડૂતોએ સક્કરટેટીના વાવેતરના કર્યા શ્રીગણેશ
ખેડૂતોને ઘર આંગણે જ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે
ડીસા તેમજ આસપાસના ખેડૂતો હાલમાં ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુના વેચાણ માટે આવી રહ્યા છે. ખાસ કરીને પહેલા મોટાભાગના ખેડૂતો પોતાનો તમાકુનો માલનું વેચાણ કરવા માટે અન્ય માર્કેટ યાર્ડમાં લઇ જતા હતા. જેથી ખેડૂતોને સમયની સાથે-સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ભોગવવો પડતો હતો, પરંતુ હવે ડીસામાં ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ ડીસા માર્કેટ યાર્ડ મળી રહ્યા છે, જેના કારણે હાલમાં ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં તમાકુનો માલ લઈને ડીસા માર્કેટયાર્ડમાં ભરાવી રહ્યા છે અને તેમને હાલમાં તમાકુના 20 કિલોના ભાવ 2,601 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને તારો ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. આ અંગે ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજી ચાલુ કરવામાં આવી છે. અત્યાર સુધી ડીસા માર્કેટયાર્ડમાં બે હજારથી પણ વધુ ખેડૂતો તમાકુની માલ ડીસા માર્કેટયાર્ડમાં ભરાઈ ચૂક્યા છે. એપ્રિલ મહિનાથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવે છે અને આ ખરીદી જૂન મહિના સુધી ચાલુ રાખવામાં આવશે.
ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષે 6 લાખ તમાકુની આવક
ડીસા માર્કેટ યાર્ડમાં હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુનો પાક લઈને આવી રહ્યા છે. અત્યાર સુધી દિશા માર્કેટ યાર્ડમાં બે હજારથી પણ વધુ તમાકુની બોરીની આવક નોંધાઇ છે, ત્યારે ગત વર્ષની વાત કરવામાં આવે, તો ગત વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં એપ્રિલ મહિનાથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જૂન મહિના સુધી તમાકુની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ડીસા માર્કેટ યાર્ડમાં 6 લાખ તમાકુની બોરીની આવક નોંધાઇ હતી. ગત વર્ષના તમાકુના ભાવની વાત કરવામાં આવે તો ગત વર્ષે ખેડૂતોને 20 કિલો તમાકુનો ભાવ 800થી 1,400 રૂપિયા જેટલો મળ્યો હતો, પરંતુ આ વર્ષે ખેડૂતોને શરૂઆતથી જ 1,100થી 2,600 રૂપિયા જેટલો તમાકુનો ભાવ મળતા ખેડૂતોમાં લાંબા સમય બાદ ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો - બટાકા નગરી ડીસામાં બટાકાની પુષ્કળ આવક, કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ ભરાયા