ETV Bharat / state

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી - બનાસકાંઠા સમાચાર

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે સવારથી જ સર્વત્ર વરસાદ શરૂ થયો હતો અને ધીમે-ધીમે આ વરસાદની ગતિ વધતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે છ કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

banas
author img

By

Published : Oct 1, 2019, 7:22 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે વહેલી સવારથી જ ભાભર, દિયોદર, કાંકરેજ અને વડગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભાભરમાં ૬ કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ભારે વરસાદના પગલે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયુ હતું.

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

તેમજ ભારે વરસાદને કારણે દોઢથી બે ફૂટ જેટલા પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની હતી. ઘરમાં રહેલો સામાન પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. એક તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતીપાક સાફ થઈ ગયો છે જ્યારે બીજી તરફ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે.

જ્યારે કાંકરેજ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. થરા હારીજ હાઇવે પણ ભારે વરસાદના પગલે બંધ થઈ ગયો છે. રોડ પર આવેલ ડીપ પર 5 ફૂટ જેટલું પાણી વહેતું થતાં જ આ રોડ પરનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. રોડ બંધ થતાં જ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Intro:એપ્રુવલ..બાય. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ભાભર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 09 2019

સ્લગ....બનાસકાંઠામાં ધોધમાર વરસાદ.. વરસાદી પાણી ઘરોમાં પાણી ઘૂસ્યા

એન્કર.. બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ સર્વત્ર વરસાદ શરૂ થયો હતો અને ધીમે-ધીમે આ વરસાદ ની ગતિ વધતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી ત્યારે છ કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા...

Body:વિઓ..બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે .આજે વહેલી સવારથી જ ભાભર ,દિયોદર, કાંકરેજ અને વડગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો ભાભરમાં ૬ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી.જ્યારે ભારે વરસાદના પગલે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયુ હતું. તો સુથારવાસ પાસે આવેલ તળાવ ભારે વરસાદના પગલે થતા તેનું પાણી બાજુમાં આવેલ ૧૫ જેટલા ઘરોમાં ઘૂસી ગયું હતું. દોઢથી બે ફૂટ જેટલું પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી ઘરમાં રહેલો સામાન પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.એક તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતીપાક સાફ થઈ ગયો છે જ્યારે બિજી તરફ ઘરો માં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે જો કે 24 કલાક ફરજ પર ભારે વરસાદ માં રાહત કામગીરી માટે હાજર રહેવા વાળા અધિકારીઓ મોડે સુધી ના ફરકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો,

બાઈટ.......રમેશભાઈ, સ્થાનિક

( દર વર્ષે થોડો વરસાદ આવે તો પણ અમારા સુથારવાસ મ પાણી ભરાઈ જાય છે )

બાઈટ......રાજુભાઇ, સ્થાનિક

( અમારા ઘરો માં 2 ફૂટ સુશી વરસાદી પની ભરાયું છે ,નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી,)

બાઈટ......ભેમાભાઈ, સ્થાનિક

( ઘરોમાં પાણી ભરાયું પણ કોઈ તંત્ર આવતું નથી, અમે ખૂબ જ હવારણ થઈએ છીએ અમારી રજુઆત સાંભળી પાણી નિકાલ ની વ્યવસ્થા થાય તો સારું)

Conclusion:વી ઓ ........જ્યારે કાંકરેજ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે થરા હારીજ હાઇવે પણ ભારે વરસાદના પગલે બંધ થઈ ગયો છે રોડ પર આવેલ ડીપ પર પાંચ ફૂટ જેટલું પાણી વહેતું થતાં જ આ રોડ પરનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે રોડ બન્ધ થતાં જ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.....

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.