ETV Bharat / state

અંબાજી પંથકમાં ભારે વરસાદ, અંતરિયાળ વિસ્તારના લોકો ફસાયા - latest news of ambaji

અંબાજી: ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ વરસાદનુ પ્રમાણ વધારે છેે. અનેક વિસ્તારોમાં નદીનાળાં જીવંત બન્યા છે. ત્યારે અંબાજી પંથકમાં શુક્રવારે વરસેલા 4 ઇંચ વરસાદના પગલે તેલિયા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે.

અંબાજી પંથકમાં ભારે વરસાદના પગલે અંતરીયાળ વિસ્તારના લોકો ફસાયા
author img

By

Published : Sep 28, 2019, 3:39 PM IST

અંબાજી આબુ રોડ પંથકમાં અનેક નદી નાળાનાં પાણી સમુદ્રની જેમ ઉછાળા મારી રહ્યા છે. અંબાજીથી 10 કિલોમીટર દૂર સુરપગલા ગામે કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતા 15 થી 20 જેટલા માણસો બંને કાંઠે ફસાયેલા જોવા મળ્યા હતા.

અંબાજી પંથકમાં ભારે વરસાદના પગલે અંતરીયાળ વિસ્તારના લોકો ફસાયા

અંતરિયાળ વિસ્તારના ગામોમાં જવાનો રસ્તો પણ બંધ થઇ જવાથી કેટલાક લોકો જીવનના જોખમે નદીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. જોકે આ કોઝવે ઉપર અવારનવાર વરસાદી પાણીના ભારે વહેણ આવતા અનેકવાર રસ્તો બંધ થઇ જવાના પ્રશ્નો સર્જાયે છે, તેવામાં કોઈ દર્દીને હોસ્પિટલ લઇ જવો હોય, તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે .જેથી આ વિસ્તારના લોકો આ કોઝવે પર પુલ બનાવી પ્રશ્નનો કાયમી હલ કરવા માગ કરી રહ્યા છે.

Intro:Gj_ abj_01_ BHARE PANI PKG _7201256
LOKESAN---AMBAJI

Body:
ચાલુ વર્ષે ગત વર્ષ ની સરખામણીએ વધુ વરસાદ પડતા અનેક વિસ્તારો માં નદીનાળાં જીવંત બન્યા છે ત્યારે અંબાજી પંથક માં ગઈ કાલે પડેલા 4 ઇંચ વરસાદ ના પગલે તેલિયા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે
અંબાજી આબુરોડ પંથક માં અનેક નદી નાળાં ના પાણી સમુદ્ર ની જેમ ઉછાળા મારી રહ્યા છે ને નદીઓમાં વહેતા પાણી પણ આકર્ષણ નું કેન્દ્ર બની ગયા છે એટલુંજ નહીં અંબાજી થી 10 કિલોમીટર દૂર સુરપગલા ગામે કોઝવે પાણી માં ઘરકાવ થઇ જતા 15 થી 20 જેટલા માણસો બંને કાંઠે ફસાયેલા જોવા મળ્યા હતા ને અંતરિયાળ વિસ્તાર ના ગામો માં જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો છતાં કેટલાક લોકો જીવન જોખમે નદી માંથી પસાર થતા જોવા મળ્યા હતા જોકે આ કોઝવે ઉપર અવારનવાર વરસાદી પાણી ના ભારે વહેણ આવતા અનેક વાર રસ્તો બંધ થઇ જવાનો પ્રશ્ન સર્જાયે છે અને તેવામાં કોઈ દર્દી ને પણ હોસ્પિટલ લઇ જવો હોય તો ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે જેને લઈ આ વિસ્તાર ના લોકો આ કોઝ વે પર પુલ બનાવી પ્રશ્ન નો કાયમી હલ કરવા માંગ કરી રહ્યા છે

બાઈટ- 1 પ્રદિપ યાદવ (સ્થાનિક રહેવાસી ) સુરપાગલા

વીઓ -2 જોકે અંબાજી પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે અંબાજી -છાપરી પંથક માં મોટા વૃક્ષ પણ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે ને સતત વર્ષી રહેલા વરસાદ ના કારણે ખેતરો માં ઉભેલો પાકેલો પાક પણ બગડી જવાનો સતત ડર ખેડૂતો ને સતાવી રહ્યો છે

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.