બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર વધતો જાય છે, ત્યારે બીજી તરફ જિલ્લામાં આવેલા ટોલટેક્ષ સંચાલકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખી અને સરકારીની ગાઈડલાઇનનો અનાદર કરતા સોમવારે તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 194
- કુલ મૃત્યુ - 10
- કુલ સક્રિય કેસ - 24
- કુલ સ્વસ્થ થયેલા દર્દી - 170
બનાસકાંઠા જિલ્લામાં દૈનિક કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 192 કેસો નોંધાઈ ચૂકયા છે. ત્યારે કોરોના વાઇરસ પર કંટ્રોલ લાવી શકાય અને લોકોને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમ છતાં પણ ડીસા પાસે આવેલ મુડેઠા ટોલટેક્સ બૂથ સંચાલકો કોઈપણ સરકારી ગાઈડલાઇનનું પાલન ન કરતા હોવાની ફરિયાદ મળી હતી.
સોમવારે આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી અને મુડેઠા ટોલટેક્સ બુથ પર તપાસ કરતા કર્મચારીઓએ માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ હોવાથી આરોગ્ય વિભાગે ટોલટેક્સ બૂથના સંચાલકો અને કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો.