અંબાજી શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું યાત્રાધામ છે. જ્યાં ગબ્બર ખાતે 2021 ના વર્ષમાં ગબ્બર તળેટી વિસ્તારમાં દબાણ કરી રહેતા ભરથરી સમાજના લોકોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સનદ આપી જમીનના મલિક બનાવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સરકારના સહયોગથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શ્રી શક્તિ વસાહત કુંભારિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા સરકારની યોજનાઓમાં તાલ મિલાવી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 33 જેટલા મકાનો બનાવી ભરથરી સમાજ સહિત વિચારતી જાતિના લોકોનું જીવન બદલવા મહત્વનું કાર્ય થયું હતું.
આ પણ વાંચો શ્રી શક્તિ વસાહત કુંભારીયા લાભાર્થીઓને ચાવી સોંપાઇ, આ યોજનામાં વિચરતી વિમુક્ત જાતિને થયો લાભ
164 જેટલા મકાનોનું વિધિવત ભૂમિપુજન : ત્યારે આજે વધુ આવા વિચરત અને વિમુક્ત જાતિના લોકોને ઘરનું ઘરને પાકું ઘર મળે તેમજ તેમના બાળકો ભણી ગણીને અન્ય સમાજની સાથે કદમ મિલાવે તે માટે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કુંભારિયામાં અને જલોત્રામાં કુલ 164 જેટલા મકાનોનું વિધિવત ભૂમિપુજન કર્યું હતું. સાથે ભિક્ષાવૃતિ ત્યજીને અન્ય સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓમાં નામના મેળવેલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સાથે જે PM આવાસ યોજના હેઠળના મકાન બનેલા હતાં તેવા લાભાર્થીઓને ઘરની ચાવી પણ સુપ્રત કરવામાં આવી હતી.
-
થયું પાકા ઘરનું સપનું સાકાર - સપનામાં પણ વિચાર્યું ન હતું એવું પાકું મકાન મળ્યું આ જરૂરિયાતમંદોને
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ઝુંપડી કે કાચા મકાનમાં રહેતો ગરીબ પરિવાર જ્યારે બીજાનું પાક્કું મકાન જુએ છે ત્યારે મનમાં ક્યારેક વિચાર આવતો હોય છે કે આપણું પાક્કું મકાન ક્યારે નસીબમાં હશે ? pic.twitter.com/pkzDGVFh2l
">થયું પાકા ઘરનું સપનું સાકાર - સપનામાં પણ વિચાર્યું ન હતું એવું પાકું મકાન મળ્યું આ જરૂરિયાતમંદોને
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2023
ઝુંપડી કે કાચા મકાનમાં રહેતો ગરીબ પરિવાર જ્યારે બીજાનું પાક્કું મકાન જુએ છે ત્યારે મનમાં ક્યારેક વિચાર આવતો હોય છે કે આપણું પાક્કું મકાન ક્યારે નસીબમાં હશે ? pic.twitter.com/pkzDGVFh2lથયું પાકા ઘરનું સપનું સાકાર - સપનામાં પણ વિચાર્યું ન હતું એવું પાકું મકાન મળ્યું આ જરૂરિયાતમંદોને
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2023
ઝુંપડી કે કાચા મકાનમાં રહેતો ગરીબ પરિવાર જ્યારે બીજાનું પાક્કું મકાન જુએ છે ત્યારે મનમાં ક્યારેક વિચાર આવતો હોય છે કે આપણું પાક્કું મકાન ક્યારે નસીબમાં હશે ? pic.twitter.com/pkzDGVFh2l
આ પહેલાં 33 મકાનો અપાયાં હતાં : ભીખ માંગતા બાળકોનું જીવન બદલવાના સાથે ભિક્ષાવૃતિ કરતા લોકોને જીવન બદલવા ભીખે નહીં પણ ભણવા જઈએ તેવા સૂત્ર સાથે ગબ્બર વિસ્તારમાં ભિક્ષા વૃત્તિ કરતા બાળકોને ભણવા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. એટલુંજ નહીં આ ભિક્ષાવૃતિ કરતા બાળકોના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી દ્વારા 33 જેટલા પાકા મકાનો બનાવી આવા ગરીબ પરિવારોનું જીવન બદલી નાખ્યું હતું ને સાથે તેમના બાળકોને પણ રમત ગમત સહિતના વિવિધ કૌશલ્યો શીખવાડી રાજ્યને નેશનલ સુધી સ્પોર્ટ્સ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રવૃતિઓમાં જોતર્યા હતા.
આ પણ વાંચો Harsha Sanghvi vnsgu seminar : ભરૂચ પોલીસ જાસૂસી કાંડ સહિત હત્યા પ્રકરણ અંગે ગૃહપ્રધાનની પ્રતિક્રિયા
વ્યાજખોરોને લઈ નિવેદન : જોકે આ પ્રસંગે અંબાજી પહોંચેલા હર્ષ સંઘવીએ ખાસ વ્યાજખોરોને લઈ નિવેદન કર્યું હતું કે હવે વ્યાજખોરોને માર્ગદર્શન કે સલાહ સૂચન નહીં પણ માત્ર કડક કાર્યવાહી જ હાથ ધરવામાં આવશે. સાથે આવનારા સમયમાં આ કાયદો વધુ કડક બને તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરી હતી. જયારે ખોટી રીતે કોઈ જરૂરિયાત પ્રમાણે પૈસા લઇ પોલીસનો સહારો લેશે તો તે પણ ચલાવી લેવામાં નહીં આવે.
બાળકોએ કર્યું મનોરંજન : આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ સહીત જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા તેમજ જિલ્લાના ભાજપ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તો લોક સેવામાં જોડાયેલી શ્રી શક્તિ સેવા કેન્દ્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જયારે બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌનું મનોરંજન કર્યું હતું.