બનાસકાંઠા : પાટણમાં હાંસાપુર પપીંગ સ્ટેશન ચાલુ નહીં થાય તો ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્ય પ્રધાન ઓફિસ આગળ પર ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારતા ભાજપના મહામંત્રી કે.સી પટેલે ધારાસભ્યના નિવેદન મામલે વળતો જવાબ આપ્યો હતો. જેમાં પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ હાંસાપુર પપીંગ સ્ટેશન બન્યા બાદ બંધ હાલતમાં હતું. જેમાં સમગ્ર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પાઇપ નાખેલી હતી. પરંતુ પંપીંગ સ્ટેશન બનાવતા જમીન વિવાદ સર્જાતા કામગીરી અધૂરી રહી ગઈ હતી.
ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે ધારાસભ્યના નિવેદન મામલે વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે, પંપીંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ 4 વર્ષથી પાઈપલાઈન નાખેલી હોવાના કારણે તેની સફાઈનું કામ ચાલી રહ્યું છે. સફાઇ થયા બાદ જો પપીંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે તો કોઈ સમસ્યા રહે નહીં. પરંતુ ધારાસભ્ય માત્ર વિવાદ જ ઉભા કરતા હોવાનું જણાવ્યું હતું.