દિયોદર/બનાસકાંઠાઃ ગુજરાતમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની માઠી અસર ભોગવવાનો વારો ખેડૂતોનો આવ્યો છે. ભારે પવનના કારણે મોટાભાગના ખેડૂતોના દાડમના છોડ તૂટીને નીચે પડી ગયા હતા. હાલમાં ખેડૂતોને દાડમમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસાએ બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. પણ અહીં દાડમની ખેતિ પણ સારી એવી થાય છે.
આખા દેશમાં જાય છે દાડમઃ લાખણી પંથક પણ દાડમની ખેતીમાં સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. બનાસકાંઠા જિલ્લામાં 15 વર્ષ અગાઉ લાખણી પંથકમાં દાડમની ખેતીની શરૂવાત કરવામાં આવી હતી. આજે છેલ્લા 10 વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ખેડૂતો દાડમમાં સારી આવક થતા દાડમની ખેતી તરફ વળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં લાખણી, થરાદ અને દિયોદર વિસ્તારમાં દાડમની ખેડૂતોએ ખેતી કરેલી છે. છેલ્લા ઘણા સમયથી વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતો દાડમમાં મોટું નુકસાન વેઠવી રહ્યા છે.
70 ટકા દાડમની ખેતિઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી, દિયોદર અને થરાદ પંથકના 70 ટકા ખેડૂતો દાડમની ખેતીમાં દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. અત્યારે આ દાડમની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પવન અને વરસાદના કારણે અનેક તાલુકાઓમાં ખેડૂતોને સૌથી મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને બાગાયતી પાકોમાં ભારે પવનના કારણે જિલ્લામાં સૌથી મોટું નુકસાન સરહદી વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે.
પવન બન્યો ઘાતકીઃ લાખણી થરાદ દિયોદર સહિતના આજુબાજુના અનેક વિસ્તારોમાં બે દિવસ સુધી ચાલેલા ભારે પવનથી અનેક બાગાયતી પાકોમાં હાલ નુકસાની જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આ વિસ્તારોમાં સૌથી વધુ દાડમનું વાવેતર કરેલું છે અને દર વર્ષે દાડમના ઉત્પાદનમાંથી સારી એવી આવક પણ મેળવતા હતા. આ વર્ષે આવેલા અચાનક ભારે પવન અને વરસાદના કારણે દાડમના છોડ ખરી પડ્યા હતા.
મોટું નુકસાન થયોઃ લાખણી-થરાદ અને દિયોદર સહિત આજુબાજુના અનેક તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોનું માનું છે કે, જે સતત ભારે પવન આવ્યો તેના કારણે દાડમના જે છોડ હતા તે મૂળમાંથી નીકળી અને જમીન દોષ થઈ ગયા છે. હાલમાં એક તરફ દાડમનો પાક તૈયાર થવાના રહેતો ત્યારે દરેક છોડ પર દાડમના ફળના કારણે વજન પણ વધારે હતું.
દાડમનો નાશઃ એવા સમયે ભારે પવન આવ્યો અને તેના કારણે મોટાભાગના તમામ ખેતરોમાં દાડમના પાક હતો તે નષ્ટ થઈ ગયો છે. જેના કારણે એક એક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવશે. આ બાબતે સરકાર તાત્કાલિક ધોરણે બાગાયતી પાકોમાં જે વિસ્તારોમાં નુકસાન થયું છે. તેનું સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવે તો જ આવનારા સમયમાં બાગાયતી પાકોનું વાવેતર થઈ શકે તેમ છે. નહિતર ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરવાનું છોડી મૂકશે.
ખેડૂતોની વાતઃ આ બાબતે મીડિયા સાથેની વાત ચીતમાં ખેડૂતે જણાવ્યું હતું કે, મેં મારા આ ખેતરની અંદર દાડમના પાકમાં આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. ખેતરમાં 80% દાડમની કડી નષ્ટ થઈ ગઈ છે. દાડમના ઝાડ પર જે દાડમના ફળ લાગ્યા હતા તે મોટાભાગના ફળ નષ્ટ થઈ ગયા છે. દાડમના ઝાડ હતા. તે પડી ગયા છે લગભગ મારે 20 એક વીઘામાં આ દાડમની ખેતી કરેલી હતી.