ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં Groundnut Prices Rise, ટેકાના ભાવ કરતાં વધુ ભાવ

વારંવાર નુકશાની સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષે મગફળીના ભાવો નવી આશા લઈને આવ્યાં છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે અને સાથે સાથે મગફળીના ભાવો પણ ખૂબ જ સારા મળી રહ્યાં છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના ભાવ કરતાં પણ વધારે ભાવ (Groundnut Prices Rise) ખેડૂતોને ઓપન માર્કેટમાં મળી રહ્યાં છે.

બનાસકાંઠા જિલ્લામાં Groundnut Prices Rise, ટેકાના ભાવ કરતાં વધુ ભાવ
બનાસકાંઠા જિલ્લામાં Groundnut Prices Rise, ટેકાના ભાવ કરતાં વધુ ભાવ
author img

By

Published : Oct 8, 2021, 1:54 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મબલખ ઉત્પાદન
  • ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં મગફળીની વેચવાની શરૂઆત કરી
  • સરકાર ના ટેકાના ભાવ કરતાં ખુલ્લી બજારમાં મગફળીના સારા ભાવ
  • ડીસા માર્કેટયાર્ડમાં રોજની 15 હજારની મગફળીની બોરીની આવક

    ડીસાઃ બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે.બટાટાની ખેતીમાં મોટું નુકશાન સહન કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે.બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં હોય છે. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે. ખેડૂતોને મગફળીના બમ્પર ઉત્પાદનની સાથે સાથે સારા ભાવો પણ મળી રહ્યા છે. ખેતરમાથી બજારમાં મગફળી વેચવા માટે આવી રહેલા ખેડૂતોને અત્યારે મગફળીના 1200 રૂપિયા કરતાં પણ વધારે ભાવ (Groundnut Prices Rise ) મળી રહ્યા છે. ઓપન બજારમાં મળી રહેલા આ ભાવો સરકાર દ્વારા નક્કી કરવામાં આએલા ટેકાના ભાવો કરતાં પણ વધારે છે. સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ 1150 નક્કી કરવામાં આવ્યા છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

    સરકારી ટેકાના ભાવ કરતા વધારે આવક

સરકાર દ્વારા મગફળીની જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તે ખરીદી બાદ ખેડૂતોને નાણાં મળવામાં વિલંબ થતો હોય છે. જ્યારે ઓપન બજારમાં ખેડૂતો હાથો હાથ રોકડ સ્વરૂપે વળતર મળી જતું હોય છે. અને યોગ્ય ભાવો ના મળે ત્યારે જ ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરતાં હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવ કરતાં પણ વધારે ભાવ (Groundnut Prices Rise ) ઓપન બજારમાં હોવાથી ખેડૂતો ઓપન બજારમાં જ પોતાની મગફળીનું વેચાણ કરી રહ્યા છે.. ઓપન બજારમાથી રોકડ સ્વરૂપે ઝડપી નાણાં ખેડૂતોને મળી રહેતા હોવાથી આગામી સમયમાં ખેડૂતો સમયસર બટાટાનું વાવેતર કરી શકશે.

મગફળીના ભાવો ખૂબ જ સારા મળી રહ્યાં છે
માર્કેટયાર્ડમાં મગફળીની આવક

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Deesa APMC) પણ અત્યારે મગફળીની આવકથી ઉભરાઇ રહ્યું છે અને દરરોજની લગભગ 15000થી વધુ બોરીની આવક થઈ રહી છે.ગત વર્ષે 16 લાખ મગફળીની બોરીની આવક થઈ હતી. પરંતુ આ વર્ષે જે રીતે મગફળીનું ઉત્પાદન થયું છે અને વર્તમાન સમયમાં મગફળીની આવક જોતાં આ વર્ષે લગભગ વીસ લાખ બોરીની આવક થવાની શક્યતા છે.આ ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોવાના લીધે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ ન પડે.

ખેડૂતોને મગફળીનું રોકડ સ્વરૂપે વળતર મળી રહ્યું છે

આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે ભાવો પણ સારા મળી રહ્યા (Groundnut Prices Rise ) છે. જેને લઈ ખેડૂતોને મગફળીનું રોકડ સ્વરૂપે વળતર મળી રહ્યું છે. જેથી ખેડૂતો આગામી રવિ સિઝનનું વાવેતર સમયસર કરી શકશે.

આ પણ વાંચોઃ મગફળી ખેડૂતો માટે સારા સમાચારઃ લાભપાંચમથી સરકાર શરુ કરશે ટેકાના ભાવે ખરીદી

આ પણ વાંચોઃ મગફળી ભારતમાં તેલીબિયાંનો મહત્‍વપૂર્ણ પાક, વિશ્વમાં વાવેતરની દ્રષ્‍ટિએ પ્રથમ અને ઉત્‍પાદનની દ્રષ્‍ટિએ બીજાસ્‍થાને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.