ETV Bharat / state

Gold chamar : હિમાલયની દુર્લભ ચમરી ગાયના વાળથી બનાવાઇ સોનાજડિત ચામર, આ તારીખે મા અંબાને ગિફ્ટ અપાશે - સોનાની ચામર

જગતજનની મા અંબાજીને તેમના ભક્તો દ્વારા અવનવી ભેટ અર્પણ કરવામાં આવતી હોય છે. આ શૃંખલામાં ભક્તજનો દ્વારા મા અંબાને સોનાની ચામર ભેટમાં આપવામાં આવશે. 12 ફેબ્રુઆરીએ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ભવ્ય ચામરયાત્રા યોજાશે.

Gold chamar : હિમાલયની દુર્લભ ચમરી ગાયના વાળથી બનાવાઇ સોનાજડિત ચામર, આ તારીખે મા અંબાને ગિફ્ટ અપાશે

author img

By

Published : Feb 9, 2023, 10:02 PM IST

અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં આગામી 12 ફેબ્રુઆરીએ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરુ થવાનો છે. ત્યારે આ નિમિત્તે ભવ્ય ચામરયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મા અંબાજીને સોનાની ચામર ભેટ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળમાંથી બનાવાઈ છે માં અંબાની પવિત્ર ચામર બનાવવામાં આવી છે. સોનાની ચામર મા અંબાજીને અમદાવાદના જય ભોલે ગ્રૃપ દ્વારા જગત જનની માં અંબાને પવિત્રતાના પ્રતીક સમી ચામર અર્પણ કરવામાં આવી છે.

12થી 16 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે : જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 મીથી 16 ફેબ્રુઆરી સુધી મા અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે પ્રકૃતિના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિના અવસર સમો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા જગતજનની મા અંબાને પવિત્રતાના પ્રતીક સમી ચામર અર્પણ કરવામાં આવશે. 12મી ફેબ્રુઆરીના રોજ શ્રી 51 શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર મા અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ 51 શક્તિપીઠો પર ભવ્ય ચામરયાત્રા પણ યોજાશે.

આ પણ વાંચો Ambaji 51 Shakripith parikrama : દેશવિદેશની શક્તિપીઠોના દર્શન કરાવતો અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સત્વ પ્રારંભ

આ પહેલાં સુવર્ણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી : જય ભોલે ગ્રૃપ અમદાવાદના ફાઉન્ડરશ્રી દીપેશભાઈ અને સભ્યો દ્વારા તાજેતરમાં આદ્યશક્તિ માં અંબાને સુવર્ણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. તે પ્રસંગે તેમને ચામરમાં રસ પડ્યો હતો અને મા અંબાને ચામર ચડાવવાનો મનોરથ કર્યો હતો. જે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે 12 મી ફેબ્રુઆરીએ કલેક્ટર આનંદ પટેલ અને જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા મા અંબાને ભક્તિ ભાવપૂર્વક ચામર અર્પણ કરવામાં આવશે.

આ ચામર બનાવવા માટેની વાત રસપ્રદ છે
આ ચામર બનાવવા માટેની વાત રસપ્રદ છે

ચામર વિશે મળે છે આ કથા : શિવમહાપુરાણમાં વર્ણિત કથા મુજબ સતી માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતાં. ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાના પ્રતીક રૂપ ચામર અર્પણ કરી હતી. માં જગદંબાની વિશેષ કૃપા અને શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સહયોગથી જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા માતાજીની ચામર અંગે એક રીસર્ચની શરૂઆત થઈ હતી. જેમાં જાણવા મળેલ કે શાસ્ત્રોમાં જણાવ્યા અનુંસાર સફેદ ચમરી ગાયની પુંછડીના વાળમાંથી ચામર બને છે અને ચમરી ગાયનો વસવાટ અને ઉત્પતિ હિમાલય પર્વત ઉપર અરુણાચાલ પ્રદેશ અને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળે છે.

આ પણ વાંચો અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિની પરંપરા વિશે જાણો

દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળ મેળવવાની સફળતા : જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો લેહથી 200 કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા જાણવા મળેલ કે આવી 45000 ગાયો છે. તેમાંથી ફક્ત 8 ગાય સફેદ છે. સફેદ ગાયમાં પણ જે નર નથી અને માદા પણ નથી એવી ગાયના પૂંછડામાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત 2 ગાયો જ મળવાપાત્ર છે. ત્યારે દીપેશભાઈ અને તેમના મિત્રોની મૂંઝવણ વધી ગઈ. પરંતુ માં અંબાના આશીર્વાદ અને તેમના મક્કમ નિર્ધારથી તેમનો મનોરથ પૂર્ણ થયો હતો અને હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળ પુરા માન અને સન્માન સાથે લાવ્યા હતા. ત્યારબાદ અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ 8, 16 અને 32 ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. 51 શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ અલૈાકિક ચામરયાત્રામાં શ્રધ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

ચામર યાત્રાની વિશેષતા અને આકર્ષણ : જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવી રહેલી ચામર પ્રસંગે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા સ્થળ ખાતે ચામર યાત્રા યોજાઈ રહી છે. જેમાં મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર, કલોલની પ્રજ્ઞાચક્ષુ અને માનસિક શારીરિક વિકલાંગ દીકરીઓ દ્વારા માતાજીની મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. દીપેશભાઈ પટેલ દ્વારા માતાજીના અંગ, શક્તિ, ભૈરવ અને સ્થળ પર રચિત અદભૂત આરતી અને સ્તુતિની પણ આ દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.