ધાનેરા તાલુકામાં અકસ્માતની વણઝાર થાંભવાનું નામ જ લેતું નથી. ધાનેરાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા સામરવાડા ગામ પાસે ચોરા ગામના ચાર લોકો દૂધ ભરાવીને પરત ફરતી વખતે રસ્તામાં નીલગાય આવી જતાં ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી સ્વિફ્ટ ગાડીએ પલટી મારી હતી. આ ગાડીમાં ચાર લોકો સવાર હતા. જેમાંથી રાહુલ અને રાજુ નામના કિશોરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો સાથે જ અન્ય બે લોકોને વધુ સારવાર માટે ધાનેરા રેફરલથી પાલનપુર સિવિલમાં રીફર કરવામા આવ્યા હતા. જો કે બે લોકોના મોતના સમાચાર મળતાં ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતની ધાનેરા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધરી છે.
ધાનેરા તાલુકામાં ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત
બનાસકાંઠાઃ ધાનેરા પંથકમાં અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ધાનેરાથી પાંચ કિલોમીટર દૂર આવેલા સામરવાડા ગામ પાસે સ્વિફ્ટ ગાડી વચ્ચે નીલગાય આવી જતાં, ગાડી પલટી મારી હતી. જેમાં 2ના મોત અને 2 લોકો ઘાયલ થયા હતા.