ETV Bharat / state

પાલનપુરમાં બગીચો બિસ્માર સ્થિતિમાં, નગરપાલિકાનો લાખોનો ખર્ચ કાગળ પર સિમિત - gujarati news

બનાસકાંઠાઃ વિકાસના નામે ફાળવવામાં આવતી ગ્રાન્ટોથી ક્યાંક સત્તાધીશો તો ક્યાંક કોન્ટ્રાક્ટર અને વહીવટી અધિકારીઓના ખિસ્સા ગરમ થતાં હોય છે. આવો જ એક કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. શહેરમાં આવેલ એક બગીચા માટે પાલિકા દ્વારા લાખોનો ખર્ચો ફાળવ્યા બાદ પણ બગીચાની હાલત અત્યંત બિસ્માર છે. ત્યારે આ અંગે અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોકમાંગણી પ્રબળ બની છે.

author img

By

Published : Jul 11, 2019, 2:52 AM IST

Updated : Jul 11, 2019, 6:37 AM IST

પાલનપુરના મીરા ગેટ વિસ્તારમાં આવેલ બગીચો માત્ર કોરા કાગળ પર બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ બગીચો હાલ લોકો માટે માત્ર કચરો નાખવા માટે ઉપયોગી છે. એક વર્ષ અગાઉ પાલનપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચો આ બગીચાના નિર્માણ માટે કરાયો હતો. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ યોજના હેઠળ દર વર્ષે નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ જેતે અધિકારીઓ દ્વારા આ ગ્રાન્ટના પૈસા વિકાસ માટે વાપરવાને બદલે પોતાના ખિસ્સા ગરમ કરવામાં આવતા હોય છે.

પાલનપુરમાં બગીચાની બિસ્માર સ્થિતિ, નગરપાલિકાનો લાખોનો ખર્ચ કાગળ પર સમિત

પાલનપુર મીરા ગેટ પાસે આવેલ બગીચાનું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું છે. આ વિસ્તાર શ્રમજીવી લોકો વસતા હોવાથી તેમના બાળકો ત્યાં રમી શકે અને તેઓ હળવાશની પળો માણી શકે તે હેતુસર આ બાગ બનાવાયો હતો.

પરંતુ ખૂબ જૂજ સમયમાં આ બગીચાની હાલત બિસ્માર બની છે. બગીચાના સાધનો તૂટી ગયા છે. જ્યારે વૃદ્ધો અને લોકોના ચાલવા માટે બનાવાયેલ ટ્રેક પણ બિનઉપયોગી બન્યો છે. અહીં બાંકડા પણ તૂટી ગયા છે. એકતરફ વડાપ્રધાન સ્વચ્છતા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યાં છે, ત્યારે આ બગીચાને જોતા એવું દેખાઈ રહ્યું છે જાણે પાલનપુર નગરપાલિકાને સ્વચ્છતા અંગે કોઈ જાગૃતતા કેળવવી જરૂર વર્તાઈ નથી. અહીંના સ્થાનિકો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતુ કે, પાલનપુર નગરપાલિકા દ્વારા સુંદર બગીચો બનાવવવામાં આવ્યો હતો, પરંતુ સારસંભાળના અભાવે એક જ વર્ષમાં બગીચાની હાલત અત્યંત દયનીય બની છે. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયુ છે. જેને લીધે અહીંયા અમે અમારા બાળકોને રમવા પણ મોકલી શકતા નથી. અહીં દારૂડિયાઓનો પણ ત્રાસ રહે છે. એટલે લાખો રૂપિયાના ખર્ચા બાદ પણ નગરપાલિકાનો આ બગીચો બિનઉપયોગી બની ગયો છે.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 10 07 2019

સ્લગ... બિસ્માર બગીચો

એન્કર : ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ પાલનપુર નગરપાલિકા આવી ગ્રાન્ટને માત્ર કાગળ ઉપર જ વાપરતી હોય તેવું દેખાઈ રહી છે વાત કરવામાં આવે પાલનપુરના મીરા ગેટ વિસ્તારમાં આવેલ બગીચાને તો આ બગીચો હાલ માત્ર કોરા કાગળ પર બન્યો હોય તેવું દેખાઈ રહી છે. આ બગીચો હાલ લોકો માટે માત્ર કચરો નાખવા માટે ઉપયોગી છે....

Body:વી.ઓ : આપ જે દ્રષ્યો જોઈ રહ્યા છો તે કોઈ કબ્રસ્થાન કે વિરાન જગ્યા નથી પરંતુ આ દ્રશ્ય એક વર્ષ અગાઉ પાલનપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા મીરા ગેટ વિસ્તારના બગીચાના છે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ માટે દર વર્ષે નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ જેતે અધિકારીઓ દ્વારા આ ગ્રાન્ટ ના પૈસા વિકાસ માટે વાપરવામાં આવતા નથી પરંતુ તેની જગ્યાએ કાગળ ઉપર આ પૈસા વાપરવામાં આવે છે વાત કરવામાં આવે પાલનપુર મીરા ગેટ પાસે આવેલ બગીચાની તો આ બગીચો પાલનપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જેનું કારણ હતું આ વિસ્તાર શ્રમજીવી છે જ્યાં ખાસ કરીને ગરીબ બાળકો આ બાગ બગીચા માં રમી શકે તે માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બાળકોને એ ખબર નહીં હોય કે આ જ બગીચો એક જ વર્ષમાં એમના માટે નહીં રહ્યો નથી જ્યારે આ બગીચાની મુલાકાત લીધી ત્યારે નાના બાળકો માટે રમવા માટેના તમામ સાધનો તૂટેલી હાલતમાં હતા તો બીજી તરફ વૃદ્ધો આ બગીચામાં હરી ફરી શકે તેમજ આરામ કરી શકે તે માટે ખુશીઓ તેમજ ટ્રેક બનાવવામાં આવ્યો હતો પરંતુ તેની જગ્યાએ હાલ આ તમામ ખુશીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે બીજી તરફ નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારત દેશ સ્વચ્છ અભિયાન માં જોડાય પરંતુ આ બગીચાને જોતા એવું દેખાઈ રહ્યું છે જાણે પાલનપુર નગરપાલિકા ને આ સ્વચ્છ અભિયાનથી કાઈ લેવા દેવા જ ન હોય જ્યારે આ વિસ્તારના લોકો ની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકા દ્વારા અમારા વિસ્તારમાં માં સુંદર બગીચો બનાવવવામાં આવ્યો હતો પરંતુ એક જ વર્ષ માં બગીચા ની હાલત દેખરેખ ન રાખવામાં આવતા હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેને લીધે અહીંયા અમે અમારા બાળકોને રમવા પણ મોકલી શકતા નથી કારણ કે અમને અમારા છોકરા બીમાર પડી જવાનો ડર સતાવે છે.તેમજ અહીં દારૂડિયા ઓના ત્રાસ ના કારણે અહીં પોતાના બાળકો ને રમવા પણ મોકલી સકતા નથી અને હાલ આ બિસ્માર હાલત માં પડેલો બગીચો જનતા ને કોઈ જ કામ માં લાગતો નથી અને આ બગીચામાં જનતાના લાખો રૂપિયા નો બગાડ કરવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે...

બાઈટ...મુકેશ
( વિદ્યાર્થી )

બાઈટ... જાબિર હુશેન
( સ્થાનિક )

બાઈટ...સૈયદ અફશાના
( સ્થાનિક, મહિલા )

Conclusion:વિઓ...પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર નો વિકાસ વધે તે માટે ઠેરઠેર લાખો રૂપિયાના ખર્ચે નવા બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ એક દોઢ વર્ષ બાદ આ બગીચાઓ માત્ર ફૂલોની સુગંધ માટે નહીં પરંતુ ગંદકી ની સુગંધ માટે બન્યા રહે છે ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક આ બગીચાની મુલાકાત લે અને બગીચામાં થયેલ કરોડોના કૌભાંડ બહાર આવે તેવી લોકોની માંગ છે...

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
Last Updated : Jul 11, 2019, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.