ETV Bharat / state

Foreign liquor in Govt Vehicle: ગાંધીનગરની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

પાલનપુરમાં ગાંધીનગરની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો હોવાની માહિતી મળી રહી છે. આબુરોડ થી 10 પેટી દારૂ ભરી બે લોકો પાલનપુર તરફ જઈ રહ્યા હતા. પોલીસે તે સમયે અટકાયત કરી અને આરોપીઓને દબોચી લીધા છે.

Foreign liquor: પાલનપુરમાં ગાંધીનગરની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

author img

By

Published : Feb 16, 2023, 1:48 PM IST

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર ખાતે આજે ગાંધીનગર ની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.પોલીસ તપાસમાં આ ગાડી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું મળી આવ્યું હતું. જેમાં આબુરોડ થી 10 પેટી દારૂ ભરી બે લોકો પાલનપુર તરફ જઈ રહ્યા હતા તે સમયે પોલીસે અટકાયત કરી હતી. જેમાં ગાડીના ડ્રાઇવર હિતેશ મહેરીયા અને જગદીશ પરમારની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂનું મોટું નેટવર્ક: બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાની અનેક બોર્ડરોને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે રોજે રોજ પોલીસને ચકમો આપી મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ખાસ કરીને પોલીસ બુટલેગરોને દારૂ સાથે ન ઝડપી શકે તે માટે રોજેરોજ બુટલેગરો દ્વારા અવનવા કીમિયાઓ અપનાવી મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી પોલીસ દ્વારા અનેક જગ્યાઓ પરથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે બુટલેગરોના અવારનવાર કીમિયાઓ અપનાવી જે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. તેને નાકામ કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Banaskantha Crime: સરકારી ગાડી હોવાથી પોલીસે ન રોકી, પછી તપાસ કરી તો નીકળ્યો દારૂ

વિદેશી દારૂ ઝડપાયો: બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર એ રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર છે. જેના કારણે રોજેરોજ અમીરગઢ બોર્ડર પરથી અસંખ્ય પ્રમાણમાં બુટલેગરો દ્વારા આવનારા કીમિયાઓ અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાંથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશી બાઇક ચાલકને ટક્કર મારી હતી. પુર ઝડપે જતી સરકારી ગાડીનો પાલનપુર તાલુકા પોલીસ અને પાલનપુર પૂર્વ પોલીસે મહામહેનતે પાલનપુરના ગોબરી રોડ નજીકથી ઝડપી પાડી હતી. પોલીસે ગાડીના ચાલક હિતેશ મહેરિયા અને બાજુમાં બેઠેલ તેના કાકાના દીકરા જગદીશ પરમારની અટકાયત કરી હતી. ગાડીની ડીકીની તલાશી લેતા તેમાંથી 10 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.

આ પણ વાંચો બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણે બગાડી ખેડૂતોની મહેનત, પાકને નુકસાન

હડકંપ મચી જવા પામ્યો: અકસ્માત થયેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી ગાંધીનગરના શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. સરકારી ગાડી જોઈન્ટ કમિશનરની જાણ બહાર તેમના ચાલક ગાંધીનગર છોડી રાજસ્થાન લઈને આવે અને તેમાં વિદેશી દારૂ ભરી તેને ગાંધીનગર લઈ જવાતો હોવાની ઘટના અનેક સવાલો ઉભા કરે છે. શુ જોઈન્ટ કમિશનર નારાયણ માધુની જાણ બહાર તેમનો ચાલક ગાડીમાં વિદેશી દારૂની ખેપ મારતો હતો કે પછી જોઈન્ટ કમિશનરને તમામ બાબતની જાણ હતી તે એક મોટો સવાલ છે. હાલ તો પાલનપુર તાલુકા પોલીસે ગાડી અને વિદેશી દારૂના મુદામાલ સાથે બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શુ બહાર આવે છે.

આરોપીની અટકાયત કરી: ગાડીમાંથી 10 પેટી દારૂ સાથે ગાડીના ડ્રાઇવર હિતેશ મહેરીયા અને તેની સાથે આવેલ જગદીશ પરમારની અટકાયત કરી હતી. જેમાં પોલીસની પૂછતાજ દરમ્યાન આ બંને વ્યક્તિઓ આબુરોડથી 10 પેટી વિદેશી દારૂ ભરીને નીકળ્યા હતા. ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હોવાના કારણે પોલીસ દ્વારા પણ તેમની ગાડીનું ચેકિંગ કરવામાં આવ્યું ન હતું તેવું પોલીસ તપાસમાં હાલ બહાર આવ્યું છે. જ્યારે પોલીસે હાલ તો આ બંને આરોપીઓની અટકાયત કરી કેટલા સમયથી ગાંધીનગરની ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીનો ઉપયોગ કરી આ બંને શખ્સો દારૂની હેરાફેરી કરતા હતા તે દિશામાં પાલનપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

તાલુકા પોલીસ તે ખાનગી રહે બાદ મેં મળી હતી કે આબુરોડ થી બે શકશો ગાંધીનગરની સરકારી ગાડીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં વિદેશી દારૂ લઈને આવી રહ્યા છે. ત્યારે આગળ કોઈ બાઈક ચાલકને ટક્કર મારી પૂરપાટ ઝડપે નીકળતા આ ગાડી પર પોલીસને શંકા ગઈ હતી. જેથી તાલુકા પોલીસની હદમાં આવતા પોલીસે તેને રોકાવી હતી.

જે દરમિયાન પોલીસની પૂછતાજ દરમિયાન આ બંને આરોપી ભાંગી પડ્યા હતા. જેથી પોલીસે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી છુપાવેલો 10 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ગાડી અને બંને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. ત્યારે હાલ આ બંને આરોપીઓની અટકાયત કરી કેટલા સમયથી આ બંને આરોપીઓ ગાંધીનગરની ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં દારૂની હેરાફેરી કરતા હતા. કોને માલ આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.--એ.વી દેસાઈ(પાલનપુર તાલુકા પોલીસના પીઆઇ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.