ETV Bharat / state

આજના વિદ્યાર્થીઓનું ટેલેન્ટઃ ગુજરાતમાં પ્રથમવાર કચરાને સાફ કરતું બનાવ્યું અનોખું મશીન - waste cleaning machine

ગુજરાતીમાં કહેવત છે કે, મન હોય તો માડવે જવાય, આ કહેવતને સાર્થક કરતા બનાસકાંઠાના પાલનપુરના એન્જિનિયરિંગ કોલેજના બે છાત્રોએ પોતાના કૌટુંબિક ભાઇ સાથે મળી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બનવા પ્લાસ્ટિકની વેસ્ટ બોટલો થકી થતું પ્રદૂષણ અટકે અને ગરીબોને રોજી રોટી મળે તે હેતુસર એક અનોખું મશીન બનાવ્યું છે. જે મશીનમાં પ્લાસ્ટિકની બોટલ નાખતાં જ બોટલ નાખનારને પ્રોત્સાહન પેટે એક બોટલનો 1 રૂપિયો મળે છે અને પ્લાસ્ટિકની બોટલ ક્રશ થઈ જાય છે. જે બોટલ જાહેરમાં કચરા સ્વરૂપે નહીં, પરંતુ પ્લાસ્ટિકની અન્ય ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગી બને છે.

ગુજરાતમાં પ્રથમવાર કચરાને સાફ કરતું બનાવ્યું અનોખું મશીન

author img

By

Published : Jul 9, 2021, 2:44 PM IST

  • અભ્યાસની સાથોસાથ છ મહિના બાદ બનાવ્યું અનોખું મશીન
  • કચરામાંથી પૈસા મેળવવાનું વિદ્યાર્થીઓ બનાવ્યું મશીન
  • ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બનશે મશીન
  • સરકાર મદદરૂપ થાય તો આ મશીન સ્વચ્છ ભારતમાં ઉપયોગી થશે

બનાસકાંઠાઃ આજના વિદ્યાર્થીઓ મોટાભાગે અભ્યાસની પાછળ દોટ મુકી રહ્યા છે. ખાસ કરીને આજે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતર થકી માત્ર ને માત્ર સરકારી નોકરી તરફ ભાગદોડ કરી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આજે મોટા-મોટા ટ્યુશન ક્લાસીસમાં જ્ઞાન મેળવે છે. ત્યારે આજે એવા પણ વિદ્યાર્થીઓ છે કે, જેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ થકી આજે અનોખા મશીનો બનાવી રહ્યા છે અને તેમના આ મશીનો દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

ગુજરાતમાં પ્રથમવાર કચરાને સાફ કરતું બનાવ્યું અનોખું મશીન

આ પણ વાંચોઃ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઈકો ફ્રેન્ડલી બોલપેન

મોટાભાગના વિદ્યાર્થીઓ દિવસેને દિવસે ટેકનોલોજી તરફ વધી રહ્યા છે

મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ટેકનોલોજી વધારવા માટે કંઈકને કંઈક કરતા નજરે પડી રહ્યા છે. ગુજરાતમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ દિવસેને દિવસે ટેકનોલોજી તરફ વધી રહ્યા છે. બનાસકાંઠા (Banashkatha)જિલ્લાને આમ તો પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આજે આ પછાત જિલ્લામાંથી એવા અનેક વિદ્યાર્થીઓ છે કે, જેઓ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓથી બનાસકાંઠા (Banashkatha)જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. બનાસકાંઠા(Banashkatha) જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અનેક પ્રવૃત્તિઓમાં પ્રગતિ કરી રહ્યા છે. જેથી બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને વિદેશમાં પણ ગુંજતું થયું છે.

સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂપ બની શકે તેવું રિવર્સ વેન્ડીંગ નામનું મશીન

આ ચોરસ મશીન કોઈ સામાન્ય મશીન નથી, પરંતુ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂપ બની શકે તેવું રિવર્સ વેન્ડીંગ નામનું મશીન છે. આ મશીન બનાસકાંઠા (Banashkatha)જિલ્લાના પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પ્રિન્સ પંચાલ અને પ્રિયાંશ પંચાલ નામના બે છાત્રો અને ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિવેક પંચાલ નામના એક છાત્ર એમ ત્રણ છાત્રોએ ભેગા મળી મહામારી સમયે મળેલી રજાઓનો સદ્ઉપયોગ કરી સરકારની એસએસઆઈપી પોલિસીની મદદથી 6 મહિનાના સમયગાળામાં રૂપિયા 80 હજારના ખર્ચે તૈયાર કર્યું છે.

ગરીબો માટે ઉપયોગી મશીન

આ મશીન દ્વારા જાહેરમાં ખુલ્લેઆમ ફેંકાતી પ્લાસ્ટિકની બોટલોનો નાશ થઇ શકશે અને નાશ થયેલું પ્લાસ્ટિક પણ અન્ય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગી બની શકે તેમ છે. જો કે, વધુમાં આ મશીનના ઉપયોગથી ગરીબ પરિવારોને રોજી રોટી પણ મળી શકે તેમ છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી અભ્યાસની સાથે જ્યારે પણ સમય મળતો, ત્યારે આ મશીન બનાવવા માટે બેસી જતા હતા અને છ મહિનાના સમયગાળામાં આ વિદ્યાર્થીઓએ ગુજરાતમાં પ્રથમ નંબરનું સ્વચ્છ ભારત અભિયાન મદદરૂપ થાય તેવું મશીન બનાવ્યું હતું.

સરકાર મદદરૂપ થાય તો મોટો ઉપયોગ થઈ શકે

પાલનપુર(Palanpur)ના વિદ્યાર્થીઓએ અનોખું મશીન બનાવ્યું છે. આ મશીન આજે મોટાભાગે ગરીબ લોકો માટે ઉપયોગી થઇ શકે છે. છ મહિનાની ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા આ મશીનનો ઉપયોગ રોજ વપરાતા કચરાના નિકાલ માટે થઈ શકે છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, જો આ મશીનના ઉપયોગમાં સરકાર મદદરૂપ થાય તો ગુજરાતના તમામ લોકો પાસે આ મશીન પહોંચી શકે છે અને તેમાંથી મોટા ભાગના લોકોને આ મશીનમાંથી પૈસાની આવક પણ થઈ શકે છે, ત્યારે સરકાર ખરેખર ગુજરાતને સ્વચ્છ કરવા માટે અભિયાનમાં જોડાય તો આ મશીનનો વધુમાં વધુ ઉપયોગ થાય તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

કચરામાંથી એક રૂપિયાની આવક

રોજબરોજ લોકો પીવાના પાણીની કે કોલ્ડ્રીંગ્સની બોટલનો એક વખત ઉપયોગ કર્યા બાદ તેને જાહેરમાં ફેકી દેતા હોય છે અને આ બોટલ કચરા સ્વરૂપે પડી રહેતી હોય છે. જેનો લાંબાગાળા સુધી કોઈ ઉપયોગ થતો નથી, ત્યારે આવી વેસ્ટ જતી બોટલો કચરો ન બને અને તે ત્વરિત ઉપયોગમાં આવે તે હેતુસર વિદ્યાર્થીઓએ બનાવેલા આ મશીનમાં જે કોઈ બોટલ મુકશે તેને પ્રોત્સાહન તરીકે મશીનમાંથી બોટલ મુકતાની સાથે 1 રૂપિયો મળે છે.

મશીનની પેટર્ન માટેની તજવીજ પણ કોલેજ દ્વારા શરૂ કરી દેવાઈ છે

જો કે, આ મશીન તેની અંદર ચાલતી કાર્યપધ્ધતિ દ્વારા મૂકાયેલી બોટલના ક્રસર મશીન દ્વારા ટુકડેટુકડા કરી દેશે અને એકત્રિત થયેલા ટુકડા પ્લાસ્ટિકની અન્ય ચીજવસ્તુઓ તેમજ ટી શર્ટ, બુટ, ટોપી સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગ થઈ શકશે. જો કે, અત્યારે આ માશીન તૈયાર થઇ ગયું છે, હવે આ મશીનની પેટર્ન માટેની તજવીજ પણ કોલેજ દ્વારા શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ માનવજાત માટે પ્લાસિટક 'રાક્ષસ' સમાન છે તેવો સંદેશ આપવા સુરતના આર્ટિસ્ટે આવું કર્યુ !

સ્વચ્છ ભારત મિશન અભિયાન સાર્થક બનશે

કેટલાક સ્લમ પરિવારના લોકો બજારમાંથી કચરો વીણવાનું કામ કરતાં હોય છે અને આવા લોકો કચરો વીણીને જતાં તેમને તેનો યોગ્ય ભાવ મળતો નથી. ત્યારે આવા લોકો જાહેરમાં પડેલી પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી આ મશીનમાં મુકશે, તો તે લોકોને એક રોજગારી પણ મળશે. જેને લઇ આ મશીન ફક્ત સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં સાર્થક બનવા જ નહીં, પરંતુ ગરીબ પરિવારને રોજીરોટી મેળવવામાં પણ સહભાગી બને તેવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.