ETV Bharat / state

Accident In Banaskatha: થરાદ ધાનેરા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચના ઘટનાસ્થળે જ મોત અને 3 ઇજાગ્રસ્ત - Tharad Dhanera Highway

બનાસકાંઠા જિલ્લાના પાવડાસણ ગામ નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત (accident on Tharad Dhanera Highway) સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત (5 Died in Accident) નિપજ્યા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Accident In Banaskatha
Accident In Banaskatha
author img

By

Published : Jan 16, 2022, 12:51 PM IST

બનાસકાંઠા: જિલ્લાના થરાદ ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટિયા નજીક ટ્રેક્ટર પાછળ અલ્ટો કાર ઘુસી જતા ઘટનાસ્થળે જ 5 લોકોના મોત (5 Died in Accident) નિપજ્યા હતા. થરાદ તાલુકાના ખેડાથી પરિવારના સભ્યો મોડી રાતે પોતાના ઘરે ભાખડીયાલ જઇ રહ્યા હતા, તે દરમિયાન પાવડાસણ પાટિયા પાસે રોડ પર જઈ રહેલા ટ્રેક્ટર સાથે કાર (Accident Between car and tractor) અથડાતા અકસ્માત સર્જાયો (accident on Tharad Dhanera Highway) હતો, જેમાં ઘટનાસ્થળે જ ઠાકોર પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ટ્રેક્ટરમાં બેસેલા મજૂરનું મોત નીપજ્યું હતું. તો 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

થરાદ ધાનેરા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

થરાદ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી

થરાદ ધાનેરા રોડ પર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ તાત્કાલિક પોલીસ મથકે કરી હતી. ધાનેરા અને થરાદ પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. 4 મૃતક ભાખડીયાલના અને 1 જડિયાલીનો છે.

ટ્રેક્ટરમાં બેસેલા મજૂરનું મોત નીપજ્યું
ટ્રેક્ટરમાં બેસેલા મજૂરનું મોત નીપજ્યું

મૃતકોના નામ:

  1. ગેમરાજી જુમાજી, ઉંમર- 55
  2. ટીપું ભમરજી, ઉંમર- 7
  3. શૈલેષ ભમરાજી, ઉંમર- 2
  4. રમેશ બળવંતજી, ઉંમર- 35
  5. અશોક ઠાકોર જડિયાળી

આ પણ વાંચો: Accident In Morbi: માળિયા બ્રાંચ કેનાલમાં કાર ખાબકી, કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો: Fire In Surat: સુરતના ડિંડોલીમાં ગેસમાં લિકેજ થતાં લાગી આગ, 7 લોકો ગંભીર રીતે દાઝ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.